ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ જાહેરાત કરી છે કે, સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનમાં વાપસી કરી શકશે નહીં. તેનાથી તેમની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની મુશ્કેલી વધી ગઈ છે જે સીઝન બાદ મેચમાં આ પેસરની વાપસીની આશા લગાવી રહી હતી. ઇંગ્લેન્ડના 26 વર્ષના બોલરે આ અઠવાડિયામાં અભ્યાસ શરૂ કર્યું છે. ઇસીબી અને સસેક્સની ટિમ તેમની પ્રગતિની નજર રાખશે.
ઇસીબીએ આપેલ નિવેદનમાં કહ્યું છે કે, “જોફ્રા આર્ચર હવે આગામી અઠવાડિયાથી સસેક્સની સાથે પૂર્ણ અભ્યાસ શરૂ કરશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે આગામી 15 દિવસોમાં ક્રિકેટમાં વાપસી કરશે અને આ દરમિયાન તે દર્દ મુક્ત રહેશે તો બોલિંગ કરવાનું ચાલુ રાખશે. ઇસીબીની આ વાતની પુષ્ટિ બાદમાં કરશે કે, તે કઈ મેચો માટે વાપસી કરશે.”
છેલ્લા અઠવાડિયે, જોફ્રા આર્ચરને ફરીથી અભ્યાસ શરૂ કરવાની મંજૂરી મળી નહોતી, તેમના જમણા હાથની સર્જરી 29 માર્ચના રોજ કરવામાં આવશે. જોફ્રા આર્ચરની આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સને આશા હતી કે, તે ટુર્નામેન્ટ બાદની મેચો માટે ઉપલબ્ધ હશે. જોફ્રા આર્ચરે અત્યાર સુધી આઇપીએલ માં કુલ 35 મેચ રમી છે અને 46 વિકેટ તેમના નામે છે. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો વર્તમાન સીઝનમાં ભૂતપૂર્વ ચેમ્પિયન આ ટીમે ચારમાંથી માત્ર એક જ મેચ જીતી છે. આ સીઝનમાં ટિમની આગેવાની યુવા વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસન સંભાળી રહયા છે.