સતયુગની દ્રૌપદી વિશે તો દરેક જણ જાણે છે. પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીને ઇતિહાસમાં એકમાત્ર મહિલા માનવામાં આવે છે જેમણે પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા. પરંતુ આજે આપણે કળિયુગની દ્રૌપદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. લગ્ન ફક્ત એક પરંપરા નથી, પરંતુ તે દરેક ધર્મ અને સંસ્કૃતિમાં સૌથી પવિત્ર બંધન માનવામાં આવે છે. આ સંબંધમાં જોડાવાથી.
પતિ અને પત્ની જીવન માટે એક બીજા બની જાય છે અને દુખ અને ખુશીમાં હંમેશાં એકબીજાને સાથ આપે છે. ભારતમાં કોઈ પણ સ્ત્રી કે પુરુષને એકથી વધુ લગ્ન કરવાની મંજૂરી નથી, પરંતુ આજે અમે તમને 5 લગ્ન કરનારી સ્ત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સત્યયુગની દ્રૌપદી વિશે બધા જાણે છે, પરંતુ આજે આપણે કળિયુગની દ્રૌપદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમ દ્રૌપદીએ એક જ પરિવારના પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા, તેવી જ રીતે આ મહિલાએ પણ આ જ કામ કર્યું છે. ઉત્તર ભારતમાં રહેતી આ મહિલાએ એક નહીં પણ 5 ભાઈઓ સાથે લગ્ન કર્યા છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના દહેરાદૂનના એક નાનકડા ગામમાં રહેતી 21 વર્ષીય રઝોના લગ્ન 5 ભાઈઓ સાથે થયા છે. હકીકતમાં, રઝોના 5 ભાઈઓ સાથે લગ્ન એક પરંપરા છે. સદીઓથી તેમના ગામમાં આ પ્રથા ચાલુ છે. પુરાણો અનુસાર દ્રૌપદીએ સતયુગમાં પાંચ ભાઈઓ સાથે લગ્ન કર્યા, જેના કારણે આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે.
આ પરંપરા મુજબ યુવતીએ તેના પતિ અને તેના ભાઈઓ સાથે લગ્ન કરવાના હોઈ છે. રઝો તેના 5 પતિથી ખુબ ખુશ છે અને તે તેમની સાથે બરાબર સમય વિતાવે છે. આ મામલે તેમની વચ્ચે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ઇર્ષ્યાની લાગણી હોતી નથી. તે કહે છે કે તે ખૂબ જ ખુશ છે કે તેના પાંચ પતિ છે અને તેને 5 પતિનો પ્રેમ મળે છે.