જોઈલો આ છે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી, વગર મેકઅપ એ પણ લાગે છે એકદમ સુંદર

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

શાંતિથી બનાવી છે કુદરતે આ 4 અભીનેત્રીઓને ,સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર પડતી નથી.કોઈ પણ છોકરી માટે તેની ખુબસુરતી વધારે મહત્વની હોય છે. દરેક જણ એવું ચાહે છે કે તેઓ સૌથી સુંદર અને આકર્ષક દેખાઈ .

બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે આકર્ષક દેખાવા માટે જુદી જુદી સર્જરી કરાવી છે. કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ખુબ મેકઅપ કરે છે. તેના ચહેરા પર ઘણા પિમ્પલ્સ અને દાગને છુંપાવવા માટે તેમને મેકઅપ કરવો પડે છે.

જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ કર્યા વગર જોવો તો ઓળખવા મુશ્કેલ થઈ જાય છે. જ્યા કેટલીક અભિનેત્રીઓ મેકઅપ વગર વિચિત્ર લાગે છે, ત્યાં જ કેટલીક અભિનેત્રીઓ મેકઅપ વગર પણ વધારે સુંદર લાગે છે. આજે આ પોસ્ટમાં, અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની કેટલીક એવી અભિનેત્રીઓનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જે મેકઅપ વગર પણ ખુબસુરત લાગે છે. તેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર પડતી નથી.

નોરા ફતેહી

થોડાક જ સમયમાં, નોરા ફતેહીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.પોતાના ડાન્સ માટે જાણીતી નોરા બોલીવુડની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરી ચુકી છે. દર્શકોથી લઈને ફિલ્મ સ્ટાર્સ સુધી, તેના ડાન્સની ખુબ પ્રશંસા કરે છે.

તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં નાના રોલમાં જોવા મળી હતી.નોરાએ ‘સ્ત્રી’ (કામરીયા), ‘બાટલા હાઉસ’ (સાકી સાકી) અને ‘પરમાણુ’ (દિલબર દિલબર) જેવી ફિલ્મોમાં હિટ આઈટમ સોન્ગ આપ્યા છે. નોરા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેની સ્કિન એટલી ચમકતી છે કે તેને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપની જરૂર પડતી નથી.

યામી ગૌતમ

યામી ગૌતમ બોલિવુડની જાણીતી અભિનેત્રી છે. યામીએ તેની બોલિવુડ કરિયરની શરૂઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ ‘વિકી ડોનર’ માં કરી હતી. ત્યાર પછી તે ‘કાબિલ’, ‘સનમ રે’, ‘બદલાપુર’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’ અને ‘ઉરી’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

ઉરી ફિલ્મના કરવા પછી , યામીએ તેનું નામ બોલીવુડની ટોચની અભિનેત્રીમાં શામેલ કર્યું છે. તમને જણાવી દઇએ કે યામી દેખાવમાં ખુબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે, યામી કુદરતી રીતે ખુબ જ સુંદર છે અને તેને ભારે મેકઅપની જરૂર પડતી નથી.

તમન્ના ભાટિયા

આ કહેવું ખોટું નહીં કે તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલિવુડની કેટલીક ફિલ્મોમાં પણ હાથ આજમાવ્યો છે. તમને જણાવી દઈએ કે તમન્ના એ દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં’ અવંતિકા’નું પ્રખ્યાત રોલ કર્યો હતો.

તમન્ના ભાટિયા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે કે જેની તમન્ના હર કોઈ કરે છે. તે તેની સુંદરતા માટે જાણીતી છે. તે ઘણી ગોરી છે અને તેની સ્કિન એટલી સુંદર છે કે તેને સુંદર દેખાવા માટે કોઈ મેકઅપની જરૂર પડતી નથી.

ઉર્વશી રૌટેલા

ઉર્વશીએ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.અત્યાર સુધી તે થોડીક ફિલ્મોમાં જોવા મળી છે. ઉર્વશીએ 2015 માં મિસ યુનિવર્સના ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.માત્ર 24 વર્ષની ઉંમરે જ તેમણે લોકોના દિલમાં ઘર બનાવી લીધું છે.

ઉર્વશીનું પણ નામ બોલિવુડની એ અભિનેત્રીઓમાં પણ શામેલ છે જે દેખાવમાં ખુબ જ સુંદર છે અને જેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર પડતી નથી. વાત કરીએ વર્ક ફ્રન્ટની તો ઉર્વશી જલ્દી જ કોમેડી ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here