દાજયા પર ડામ: જૂના મંત્રીઓને બંગલા ખાલી કરવાના કરાયા ફરમાન

ગુજરાતની જૂની સરકારના અમુક મંત્રીઓને ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં સ્થાન આપવાનું મંગળવાર સાંજ સુધી નક્કી જ હતું, પરંતુ નવી બેઠકોને આધારે અચાનક જ મોડી સાંજે  મંત્રીઓને ખ્યાલ આવ્યો કે બુધવારે થનારા શપથગ્રહણમાં નવી સરકારમાં હાલના કે ભૂતકાળના એકપણ મંત્રી રિપીટ થવાના નથી.

આ કારણે જ બુધવારે સવારથી જ રૂપાણીના આવાસમાં મંત્રી રહી ચૂકેલા તમામ નેતાઓ એક પછી એક આવવા લાગ્યા હતા. આ સંજોગોમાં રૂપાણીએ સ્પષ્ટતા કરી દીધી કે તેઓ આ બાબતમાં કી પણ કહી શકશે નહીં.

આ ઉપરાંત  રૂપાણીના આવસે સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને ત્યાં તેમને ગાંધીનગરના સેક્ટર-19ના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના બંગલા સહિતનાં સરકારી મકાનો ફાળવવા અંગેની માહિતી આપવામાં આવી હતી.

તમને આ પણ જણાવી દઈએ કે સીઆર પાટીલના બંગલે આ સાંભળી ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જૂના મંત્રીઓએ 11 વાગ્યાની આસપાસ પાટીલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગણપત વસાવાએ કહ્યું હતું કે કોઇ મંત્રી કે ધારાસભ્યોને નો રિપીટ થિયરી સામે તેમણે વાંધો નથી અને પાર્ટી જે કામ આપશે એ કરીશું, આ સિવાય અન્યકોઈએ કાઇ કહ્યું ના હતું.

સરકારના પ્રોટોકોલ વિભાગ તરફથી વર્તમાન તમામ મંત્રીઓને તાત્કાલિક ધોરણે તેમની ઓફિસો અને સરકારી આવાસ ખાલી કરી દેવાનું ફરમાન આવ્યું હતું, આ કારણે  29 જેટલા મંત્રીઓ અને ધારાસભ્યોએ સાગમટે રાજીનામાની ઑફર કરી હતી. ઘણા મંત્રીઓએ સ્વમાનનો વિષય બનાવી બંગલો ખાલી ન કર્યો.

આ દરેક ઘટનાની જાણકારી દિલ્હી પહોંચાડાઇ રહી હતી અને મોટી રાજકીય અસમંજસની સ્થિતિ ઊભી થતાં દિલ્હીથી આવેલા આદેશ મુજબ બપોરે સાડાત્રણ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથવિધિ સમારોહ ગુરુવારે બપોરે દોઢ વાગ્યા પર મોકૂફ રહ્યાની જાહેરાત કરી.

Scroll to Top