સંત નરસિંહ મહેતા અને ગિરનારી સંતોની ભૂમિ તરીકે ઓળખાતું જૂનાગઢ જાણે લુખ્ખા તત્વોની બાનમાં આવી ગયું હોય તેવુ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા જ ડોલી એસોસિએશનના પ્રમુખના ભત્રીજાની જાહેરમાં હત્યા કરાઈ હતી આ ઘટનાને વધુ સમય પસાર થયો નથી ત્યાં જ ફરી એકવાર જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ વખતે પૂર્વ મેયર લાખાભાઈ પરમારના દીકરા ધર્મે પરમારની હત્યા કરાઈ છે.
ઘટના આ પ્રકાર બની હતી કે, લાખાભાઈના પુત્ર ધર્મેશ સ્કૂટર પરથી બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેમના પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ધર્મેશ પરમારનું કરૂણ મોત નિપજ્યું હતું. આ હત્યાના કારણે જૂનાગઢ શહેરમાં તીક્ષ્ણ હથિયારો અને બોથડ પદાર્થોના ઘા ઝીંકાતા લોહીલુહાણ હાલતમાં ધર્મેશ પરમારને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. આ હત્યા રાજકીય હોવાની સંપૂર્ણ શક્યતા રહેલી છે.
તેમ છતાં લાખાભાઈના દીકરાની હત્યાના સમાચારો વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકોના ટોળા હૉસ્પિટલમાં આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ SP, LCB સહિતની પોલીસ ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી.
પોલીસે આજુબાજુના સ્થળોનાં સીસીટીવી ચેક કરવાની શરૂઆત કરી નાખી છે. તેમ છતાં ચૂંટણીની અદાવતમાં પણ આ હત્યા થઈ હોઇ તેવી વાતો શરૂ થઇ ગઇ છે પરંતુ હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ દરમિયાન પરમાર પરિવારે મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી નાખ્યો છે.