જૂનાગઢ શહેરનો દેહવ્યપારનો ધંધો ચલાવવામાં આવતો હતો તેનો પડદાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરના જગમાલ ચોક પાસે આવેલ એક મકાનમાં બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનુ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે પોલીસને માહિતી મળતા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી તો તે દરમિયાન કૂટણખાનાની સંચાલક મહિલા, ગ્રાહક અને ચાર યુવતીઓ પર જોવા મળી હતી. આ દરમિયાન આ બધાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઘટનાસ્થળેથી પોલીસને કોન્ડોમના પેકેટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો હતો.
આ કિસ્સામાં મળતી માહિતી મુજબ, જગમાલ ચોક પાસે આવેલા આદિનાથ એપાર્ટમેન્ટના મકાનમાં 42 વર્ષીય મહિલા પોતાના જ ઘરમાં બહારથી યુવતીઓ લાવતી હતી અને તે દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. આ બાબતની પોલીસને જાણ થતા એ-ડિવિઝનની ટીમો ત્યાં પહોંચી દરોડો પાડ્યો હતો અને આ કૂટણખાનાનો ભાંડો ફોડી દીધો હતો.
જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે કૂટણખાનાની સંચાલક મહિલા આ ઉપરાંત એક ગ્રાહક અને ચાર યુવતીઓ તે સમય દરમિયાન ત્યાં હાજર જોવા મળી હતી. જેમાં મહિલા અને યુવકની ધરપકડ કરાઈ છે. આ સિવાય ચારેય યુવતીઓને સાક્ષી બનાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મહિલા રાજકોટ, અમદાવાદ અને વડોદરાથી યુવતીઓ લાવીને દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. પોલીસને આ ઘર તપાસ દરમિયાન 6 કોન્ડોમના પેકેટ, એક મોબાઇલ અને 1260 રૂપિયા રોકડા મળી કુલ 1760 નો મુદ્દામાલ કબજે કરતા તેમના વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.