જૂનાગઢમાં કોરોનામાં પત્ની ગુમાવ્યા બાદ પત્નીના વિરહમાં વેપારીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસના સમયગાળામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે કેટલાય પરિવારોએ પોતાના સ્વજનોને પણ ગુમાવ્યા હતા. ત્યારે કેટલાક એવા કિસ્સાઓ પણ બન્યા હતા જેમાં પરિવારના સ્વજનોનું કોરોનામાં મોત નીપજ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોય.

આવી જ એક કરુણ ઘટના જૂનાગઢના કેશોદના અગતરાય ગામમાંથી સામે આવ્યો છે. સિંગદાણાના વેપારીએ પત્નીના મોત બાદ વિરહમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણ થતાં જ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરો દ્વ્રારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદના અગતરાયના ગામમાં રહેનાર 46 વર્ષીય રમેશભાઈ ભીમજીભાઈ હદવાણી સિંગદાણાનું કારખાનું છે. રમેશભાઈ નિત્ય ક્રમ મુજબ પોતાના કારખાને આવ્યા હતા અને કારખાનામાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિક લોકોને જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં ફરજ ઉપર હાજર ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે તપાસ કરતા રમેશભાઈ પાસેથી એક સૂસાઈડ નોટ મળી હતી. જેમાં તેમણે આત્મહત્યા કરવા પાછળનું કારણ અને પોતાનું દુઃખ પણ જાહેર કર્યું હતું.

રમેશભાઈ મરતા પહેલા સુસાઈડ નોટમાં પોતાની પત્નીનું કોરોનાના કારણે મોત થયું હતું. પત્ની શિલ્પાના ગયા બાદ તેમને જિંદગી જીવવામાં સહેજ પણ રસ રહેલ નથી. જ્યારે માતા-પિતાને કામ કરતા જોઈ શકતા નથી. માટે કોઈ ખોટા વિચારો ના કરતા અને આ પગલું સમજી વિચારીને ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરા દીપને સાચવજો અને તેને જ્યા ઈચ્છા પડે ત્યા નોકરી કરવા દેજો આ સિવાય કોઈ તેમના પાસે એક રૂપિયો પણ માંગતું નથી. તેમ છતાં આખા ગામ પાસે તેઓ રૂપિયા માંગે છે. આમ રમેશભાઈએ મરતા પહેલા સુસાઈડ નોટમાં પોતાના આપવીતી વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Scroll to Top