‘મા કાલી’ ના હાથમાં સિગારેટ… જોઇ ભડક્યા લોકો, હવે ફિલ્મ નિર્માતાની ધરપકડની માંગ

હાલમાં જ એક ડોક્યુમેન્ટ્રીનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ‘મા કાલી’ની તસવીર બતાવવામાં આવી છે. આ પોસ્ટરમાં માત્ર દેવીની તસવીર જ નથી દેખાડવામાં આવી પરંતુ કંઈક એવું પણ બતાવવામાં આવ્યું છે, જે હવે વિવાદનું કારણ બની રહ્યું છે. આ પોસ્ટર સામે આવતા જ લોકો આ ડોક્યુમેન્ટ્રીના ડાયરેક્ટરનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યા છે.

લીનાની ધરપકડ કરવાની માંગ ઉઠી

આ દિવસોમાં ભારતીય ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું હતું, જેને જોઈને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી હતી. લોકોએ લીનાની ધરપકડ કરવાની માંગ પણ ઉઠાવી અને આ કારણોસર #arrestleenamanimekalai ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી.

 

હાથમાં સિગારેટ

02 જુલાઈના રોજ ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ તેમની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘કાલી’નું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટર શેર કરતા તેણે જણાવ્યું કે આ ડોક્યુમેન્ટરી કેનેડા ફિલ્મ ફેસ્ટિવલ (રિધમ્સ ઓફ કેનેડા)માં લોન્ચ કરવામાં આવી હતી. લીનાએ પોતાની ડોક્યુમેન્ટ્રીનું નામ ‘કાલી’ રાખ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા પોસ્ટરમાં માતા કાલીના હાથમાં સિગારેટ છે. એટલું જ નહીં, આ પોસ્ટરમાં એક હાથમાં મા કાલીનું ત્રિશૂળ અને બીજા હાથમાં LGBT સમુદાયનો ધ્વજ પણ દેખાઈ રહ્યો છે.

આ પોસ્ટરમાં ‘મા કાલી’ (કાલી)ને સિગારેટ પીતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા. તેમણે સોશિયલ મીડિયા પર લીના વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. લીના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ છે. આ કારણોસર #arrestleenamanimekalai ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો