એનાટોલી મોસ્કવિને વિનંતી કરી છે કે તેને રશિયાની મેન્ટલ ઇન્સ્ટીટ્યૂટ માંથી મુક્ત કરવામાં આવે જેથી તે લગ્ન કરી શકે. ડેઈલી સ્ટાર અનુસાર, 55 વર્ષીય મોસ્કવિન રશિયાના નિઝની નોવગોરોડ શહેરનો રહેવાસી છે.
આ વ્યક્તિ કબ્રસ્તાનમાંથી છોકરીઓના મૃતદેહ ચોરીને ઘરે લઈ જતો હતો. પછી તે ઘરમાં ઢીંગલીના રૂપમાં તેમને સજાવતો હતો. તેણે 26 છોકરીઓના મૃતદેહ ઘરમાં રાખ્યા હતા. આ વ્યક્તિએક સમયે ઇતિહાસકાર હતો.
નવેમ્બર 2011 માં મોસ્કવિનની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર આરોપ છે કે તેણે કબરોમાંથી 3 થી 12 વર્ષની વયની 26 છોકરીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે તેનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. જેમાં આ લાશોને સોફાની ઉપર રાખવામાં આવી હતી.મોસ્કવિનને રશિયન પેનલ કોડની કલમ 244 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે કબરો અને મૃતદેહોની અપવિત્રતા માટે સજાની જોગવાઈ કરે છે. મોસ્કવિનને બાદમાં સારવાર માટે મનોચિકિત્સક પાસે મોકલવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ આપેલા ઈન્ટરવ્યુમાં તેણે બાળકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તે જ સમયે, તેણે એમ પણ કહ્યું કે તે માને છે કે તે વિજ્ઞાન અથવા કાળા જાદુ દ્વારા તેમનું જીવન પાછું લાવી શકે છે.