જાણો 600 વર્ષ જુના જાડેજા વંશના કુળદેવી આશાપુરા ના મઢ વિષે

કચ્છમાં માતા આશાપુરાનું દેવી દેવતાઓમાંના એક છે. તેમનું નામ સૂચવે છે તેમ આ દેવી છે જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની ઇચ્છાઓ અને ઇચ્છાઓ પૂરી કરે છે એવી માન્યતા છે.

કચ્છ મા આવેલ મા આશાપુરા નો મઢ આશરે 600 વર્ષ જુનો માનવામાં આવે છે. જે ભુજ થી 80 કીલોમીટર ના અંતરે આવેલ છે.

આ મઢ ત્યાના માણસો ની શ્રદ્ધા નુ એક જીવતુ જાગતુ પ્રતિક છે. ખ્રિસ્તી ની ૧૪મી સદી ની શરૂઆત ના સમય મા એક રાજમહેલ મા મંત્રી ના પદ પર બિરાજેલ બે વાણીયા અજો અને અનાગોરે આ મઢ નુ નિર્માણ કરાવ્યુ હતુ.

સિંધી સમુદાયના ખીચડા કુળના લોકો આશુપુરા માતાની કુળદેવી તરીકે પૂજા કરે છે. ગુજરાત જુનાગઢના દેવચંદાની પરિવાર તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. જુનાગઢમાં ઉપરકોટની બાજુએ તેમનું મંદિર છે.

તેનું બાંધકામ ઈ.સ. 1300 ની આસપાસ તે સમયના કચ્છના રાજવી લાખો ફુલાણીના દરબારના કરાડ  વાણિયા મંત્રીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. 1819 મા આવેલ ભુકંપે આ મઢ ને ઘણુ મોટુ નુકસાન કર્યુ. ત્યારબાદ સુંદરજી, શિવજી તેમજ વલ્લભાજીએ આ મંદિર નુ પુનઃ નિર્માણ કરાવ્યુ.

2001 મા થયેલ ધરતીકંપે ફરી આ મંદિર ને ખુબ નુકસાન કર્યુ. આ મંદિર ની ઊંચાઈ ૫૨ ફુટ, લંબાઈ 58 ફુટ તેમજ પહોળાઈ ૩૨ ફુટ હતી. તે દેવીના આશીર્વાદ મેળવી યુદ્ધ જીત્યા બાદ જાડેજા શાસકો દ્વારા કુલદેવી તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. દર વર્ષે માતાના મઢમાં નવરાત્રીમાં મેળો ભરાય છે.

કચ્‍છના ખૂબ પ્રખ્યાત જમાદાર ફતેહમામદે પણ આ મંદિરને 41 વાટવાળી, બે કિલો વજનની ચાંદીની ‘દીપમાળા‘ ભેટ આપી છે. મંદિરના વડાને ‘રાજાબાવા‘ કહેવાય છે અને તેમનું વર્ચસ્‍વ હજુ રાજા જેટલું જ છે.

આ મઢ ના વડા ને રાજાબાવા તરીકે ઓળખવામા આવે છે અને તે રાજા સમકક્ષ સ્થાન ધરાવે છે. જ્યારે રાજા દર્શનાર્થે મઢ મા જાય છે ત્યારે તે આ સિહાસન પર બેઠેલ બાવા ને પણ નમન કરે છે. આશાપુરા મા કચ્‍છ ઉપરાંત જામનગરના જાડેજાઓની ‘કુળદેવી‘ છે. જામનગર ખાતે ‘નાની આશાપુરા‘માનું મંદિર આવેલું છે.

માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્‍તા પર નાળિયેરનાં છોતરાં એવાં પથરાઈ જાય છે કે જાણે નાળિયેરનાં છોતરાંની જાજમ બનાવી દેવાઈ હોય. આશાપુરા માતા કચ્છ સિવાય જામનગર ના જાડેજા વંશ ના કુળદેવી છે.

જામનગર મા પણ નાની આશાપુરા માતા નો મઢ સ્થાપિત છે. કચ્છ ના સ્થાનિક રહેવાસીઓ ત્યા આવતા ભક્તો ને કોઈપણ જાત ની અગવડ ન પડે તેનુ ધ્યાન રાખે છે. સુરજબારી થી લઈ આ સ્થાન સુધી તમામ જગ્યાએ તંબુ બંધાયેલ હોય છે. અમુક જગ્યા એ પાકા બાંધકામ તૈયાર કરેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top