કાદર ખાન ના મોટા પુત્ર અબ્દુલ કુદુસ ખાનનું નિધન

બોલીવુડના દિગજ્જ અને સૌથી શાનદાર કલાકારની યાદીમાં દિવંગત કાદર ખાનનું નામ જરૂર આવે છે. એક્ટિંગ અને કોમેડી કરી તમને લોકો ના દિલમાં રાજ કર્યું હતું. અભિનેતા કાદર ખાનનું નિધન 31 ડિસેમ્બર 2018 ના થયું હતું. ત્યાર બાદ તેમની ચર્ચા ઘણી ઓછી થઈ રહી છે, પરંતુ આજે તેમની ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમકે તેમના પરિવારથી જોડાયેલી છે. વાસ્તવમાં કાદર ખાનનું નિધન થઈ ગયું છે.

કાદર ખાનના મોટા પુત્ર અબ્દુલ કુદુસ ખાનનું નિધન થઇ ગયું છે. તે કેનેડામાં રહેતા હતા. તેમ છતા તેમના મોત નું કારણ હજુ જાણવા મળ્યું નથી. અબ્દુલ કુદુસ ખાન ફિલ્મી દુનિયાથી દૂર હતા. તે કેનેડાના એક એરપોર્ટ પર સિક્યોરિટી ઓફિસર ના પદ પર કાર્યરત હતા.

તમને જણાવી દઈએ કે, અબ્દુલ કુદુસ ખાન ના અંતિમ સંસ્કાર ટોરેન્ટોમાં કરવા માં આવ્યું હતું. અબ્દુલ કુદુસ ખાન સિવાય કાદર ખાનના બે પુત્ર હતા. એક નું નામ સરફરાઝ ખાન અને બીજાનું નામ શાહનવાઝ ખાન નામ છે. તેમના નાના પુત્રે પિતા સાથે મળી વર્ષ 2012 માં થિયેટર ની સ્થાપના કરી હતી. તેનું નામ ‘કલ કે કલાકાર ઈન્ટરનેશનલ થિયેટર’ છે.

જ્યારે કાદર ખાનના બીજા પુત્ર સરફરાઝ ખાન એક પ્રોડયુસર છે, જેમને ‘તેરે નામ’, ‘મૈને દિલ તુઝકો દિયા’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મો બનાવી છે.

જ્યારે શાહનવાઝ ખાન નાના પુત્ર છે. શાહનવાઝે ‘મિલેગે મિલેગે’, ‘વાદા ઔર હમકો તમસે પ્યાર હૈ’ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top