જમ્મુ-કાશ્મીર માં આર્ટિકલ 370 હટાવ્યા પછી આતંકીઓ નો ખોફ વધવા લાગ્યો છે અને જમ્મુ કાશ્મીરમાં માં આતંકીઓ એ ઘણા હુમલાઓ કરી ને જમ્મુ કાશ્મીરમાં ઘણું નુકસાન કર્યું છે.
જમ્મુ કાશ્મીરમાં ના લોકો આ આતંકીઓ થી ખૂબ ડરવા લાગ્યા છે આતંકીઓ ના વધતા દબાવ ને કારણે ત્યાં ના લોકો ને ઘર થી બહાર નીકળવું પણ મુશ્કિલ થઈ ગયું છે.
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે પહેલીવાર એન્કાઉન્ટર થયું.
બારામૂલામાં થયેલા આ એન્કાઉન્ટરમાં એક સ્પેશલ પોલીસ ઓફિસર (SPO) શહીદ થયા છે જ્યારે બીજા ઘાયલ થયા છે.
સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. મંગળવારની સાંજથી શરૂ થયેલું આ એન્કાઉન્ટર હવે પૂરું થઈ ગયું છે. ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળા મળી આવ્યા છે.
આ શહીદ થયેલ બિલાલ એક સારા અને નિષ્ઠાવાન ઓફિસર હતા.બારામૂલા પાટનગર શ્રીનગરથી લગભગ 54 કિમીના અંતરે છે.
સૂત્રો મુજબ, આ એન્કાઉન્ટરમાં બેથી ત્રણ આતંકીઓને સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશલ ઓપરેશન ગ્રુપે ઘેરીને રાખ્યા હતા.
પોતાને ઘેરાયેલા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમં SPO બિલાલ શહીદ થયા જ્યારે એસઆઈ અમરદીપ પરિહાર ઘાયલ થયા હતા.
હાલ તેમની સારવાર આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મહિનાની 5 તારીખે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો હતો.
ત્યારબાદથી અહીં પ્રતિબંધો વચ્ચે ખૂબ શાંતી હતી.અને અહીં ના લોકો માં પણ ખૂબ શાંતિ જોવા મળે છે
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, ઠાર મરાયેલો આતંકીની ઓળખ બારામુલાના મોમિન ગોજરી તરીકે થઈ છે.
તેનો સંબંધ લશ્કર-એ-તોઇબા સાથે હતો. તે અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો.અને આ આતંકી બારામુલાના મોમિન ગોજરી એ એક મુસલમાન હતો.
આ એન્કાઉન્ટર બાદ હવે બારામુલાના અન્યા વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને દરેક સંદિગ્ધ પર નજર રાખવામાં આવી રહી છે.
સરકારે ઉઠાવ્યા આ પગલાં
સરકારે આ ઉઠવેલ પગલાં માં જણાવ્યું હતું કે સરકાર જમ્મુ કાશ્મીર માં ઘરે ઘરે જઈ ને આર્ટિકલ 370 દૂર કર્યા વિસે ને માહિતી આપશે સૂત્રો મુજબ, આવનારા દિવસોમાં જમ્મુ-કાશ્મીરના IAS અને કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસ (KAS)ના અધિકારી, આર્ટિકલ 370 હટાવવાના ફાયદાની જાણકારી ઓછામાં ઓછા 20-20 સ્થાનિક પરિવારો સુધી પહોંચાડશે.
આ ઉપરાંત આર્ટિકલ 370 હટાવવાથી સ્થિતિમાં શું-શું સુધાર આવશે તેની પણ વિગતો અધિકારી પરિવારોને આપશે. આ ફાયદાઓ વિશે જણાવવા માટે સરકાર ટીવી, રેડિયો અને બીજા પ્રચાર માધ્યમોનો સહારો પણ લેશે.
અને આ આર્ટિકલ હટાવ્યા પછી અહીં ના લોકો ને સુ ફાયદો થવાનો છે એના વિશે ની માહિતી સરકાર આપશે અને એમાં કયા ફેરફાર થવા ના છે એની પણ માહિતી સરકર આપશે.