કોરોનાકાળમાં પણ અમુક લોકો એવા છે કે જેઓ કોઈ પણ હિસાબે ગુનાખોરીતો કરતાજ રહેતા હોય છે. એક તરફ દેશના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ત્યારે આવા સમયે હરિયાણા પોલીસે દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે અને આ કેસમાં પોલીસ દ્વારા કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હરિયાણાના કૈથલ જિલ્લામાં આ બનાવ સામે આવ્યો છે. આરોપીઓ સ્પા સેન્ટર અને કાફે શોપની આડમાં દેહ વ્યપારનો ધંધો ચલાવી રહ્યા હતા. પોલીસને આ મામલે બાતમી મળી હતી. બાતમીને આધારે તેમણે દરોડા કર્યા ત્યારે પોલીસે 4 યુવતીઓ સહિત કુલ 12 લોકોને ઝડપી પાડ્યા. પરંતુ મુખ્ય આરોપી પોલીસ આવે તે પહેલાજ ત્યાથી ફરાર થઈ ગયો હતો.
જે યુવતીઓની પોલીસે ધરપકડ કરી છે. તે યુવતીઓ પૈકી 2 યુવતીઓ દિલ્હીની હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય બે યુવતીઓ કરનાલની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જોકે આરોપીઓ પૈકી એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો છે. જેથી પોલીસ તેની પણ તપાસ કરી રહી છે. આ મામલે પોલીસે પણ સામેથી જણાવ્યું કે તેમને બાતમી મળી હતી. અને બાતમીને આધારે તેમણે દરોડા પાડ્યા હતા.
પોલીસે જેટલા પણ આરોપી યુવકોની ધરપકડ કરી છે. તેઓ જીંદ અને કૈથલ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસે બધાજ આરોપી યુવકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી લીધી છે. સાથેજ તેમની સામે કાયદેસપરની કાર્યવાહી આરંભી છે. જોકે આરોપીઓ પૈકી એક આરોપી સ્પા સેન્ટરમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્ય આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે તે બંનેની શોધખોળ આરંભી છે.
અગાઉ પણ આ જિલ્લામાં દેહ વ્યાપારના ધંધાને રોકવા માટે રેડ કરવામાં આવી હતી. પરંતુ તે રેડ નિષ્ફળ ગઈ હતી. ક્યારણકે અંદરનોજ એક માણસ ફુટેલો હતો. જે રેડ કરતા પહેલાજ લોકોને જાણ કરી દેતો હતો. આ મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે તે કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જેથી આ રેડ કરતી વખતે પોલીસને સફળતા મળી હતી.
ઉલ્લેખનિય છે કે હાલ દેશમાં કોરોનાની બીજી લહેર વકરી છે. જેના કારણે લોકોમાં ક્યાંકને ક્યાંક ભયનો માહોલ છે. લોકો પોતોના ઘરની બહાર પણ ડરના માર્યા નથી નિકળી રહ્યા. તેવામાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા આ આરોપીઓ સમાજ માટે ગંભીર પ્રશ્ન છે. જોકે હાલ તો પોલીસ દ્નારા આ આરોપીઓને ઝ઼ડપી પાડવામાં આવ્યા છે. સાથેજ તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.