કાજોલે દીકરીને લઇને કર્યો ખુલાસો, અચાનક આટલી સુંદર કેવી રીતે થઇ ગઇ?

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સ કાજોલ અને અજય દેવગન આ દિવસોમાં તેમના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. તો બીજી તરફ તેની પુત્રી ન્યાસા દેવગન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેની તસવીરોને કારણે ચર્ચામાં છે. ખરેખરમાં વાત એ છે કે, અજય દેવગન અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનનું પરિવર્તન જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ન્યાસા દેવગનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ રહ્યા છે અને આ દરમિયાન લોકો તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને તેની સુંદરતાના વખાણ કરતા જોવા મળે છે.

ન્યાસા દેવગન તાજેતરની ઘણી તસવીરોમાં ખૂબ જ સુંદર અને હોટ દેખાવા લાગી છે. આવી સ્થિતિમાં, ન્યાસા દેવગનના ટ્રાન્સફોર્મેશનને જોઈને ઘણા લોકો તેની પાછળનું રહસ્ય જાણવા માંગે છે. હવે મમ્મી કાજોલે ન્યાસા દેવગનના બ્યુટી સિક્રેટનો ખુલાસો કર્યો છે. કાજોલે ચાહકોને તેની પુત્રી ન્યાસા દેવગનના બ્યુટી સિક્રેટ વિશે જણાવ્યું.

તેણે કહ્યું કે ન્યાસા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે, તેને સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે સારી જાણકારી છે. તે અઠવાડિયામાં લગભગ 3 વખત તેના ચહેરા પર માસ્ક લગાવે છે અને ન્યાસા અભિનેત્રી કાજોલ એટલે કે તેની માતાને પણ આવું કરવાની સલાહ આપે છે. ન્યાસા દેવગન પણ તેના પિતાની જેમ ફિટનેસ ફ્રીક છે, તે જીમમાં પરસેવો પાડવાની સાથે યોગ પર સંપૂર્ણ ધ્યાન આપે છે.

તે એક દિવસ માટે પણ તેનું વર્કઆઉટ છોડતી નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ન્યાસા દેવગણે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોમાં કરી નથી. પરંતુ તેમ છતાં તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. જો કે, તમને જણાવી દઈએ કે આ સમયે ન્યાસા દેવગન વિદેશમાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે, તે અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ તેના કરિયર વિશે વિચારશે.

Scroll to Top