હરિયાણાના રોહતકના વિજયનગર કોલોનીથી ભયાનક ઘટના સામે આવી છે. હરિયાણાના રોહતકના વિજયનગર કોલોનીમાં ચાર લોકોની ભયાનક રીતે હત્યા કરવામાં આવી છે. જ્યારે આ આ ઘટનાનો ભેદ પોલીસ દ્વારા થોડા જ સમયમાં ઉકેલી દેવામાં આવ્યો હતો.
આ ઘટનામાં પોલીસ દ્વારા 20 વર્ષીય પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, ૨૦ વર્ષીય પુત્ર દ્વારા પોતાની નાની, માતા-પિતા અને બહેનની હત્યા કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી પુત્ર દ્વારા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉઠાવી દેવામાં આવ્યો હતો. આ બાબતમાં રોહતકના એસપી રાહુલ શર્મા દ્વારા આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
જ્યારે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી અભિષેક મોનૂ દ્વારા કહેવામાં આવ્યું કે, ઘટના બાદ તે મિત્રો સાથે પાર્ટી કરવા માટે હોટલમાં ચાલ્યો ગયો હતો. મિત્રો દ્વારા ખાવા-પીવાની અનેક આઈટમોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ હું કંઈપણ ખાઇ શક્યો નહોતો.
પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપી પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર સહિતની માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરાશે.
અભિષેક દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, છેલ્લા થોડા દિવસોથી પિતા સહિત પરિવાર પાસે 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. મોટી રકમની જરૂરત અંગેના કારણ જ્યારે પરિજનો દ્વારા પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેના દ્વારા ફી ભરવા માટે અને મિત્રોને આપવા વિશેની વાત કરાઈ હતી. અભિષેક દ્વારા અલગ-અલગ બહાના બનાવીને વારંવાર ઘરમાંથી રૂપિયા માંગવામાં આવી રહ્યા હતા.
પરિવારજનોએ પોતાના સ્તર ઉપર જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો કે, મોનૂને આટલા બધા રૂપિયાની કેમ જરૂરીયાત પડી રહી છે. તે દરમિયાન જાણવા મળ્યું કે, મોનૂ ખાટા ધંધાઓ કરવા માટે આટલા રૂપિયા માંગી રહ્યો હતો.પિતા દ્વારા ધમકાવવામાં આવ્યો ત્યારે બહેન અને માતાએ પણ કડક શબ્દોમાં તેને સલાહ આપી હતી.
આ સિવાય નાનીએ પણ તેને સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે 27 ઓગસ્ટના થયેલા હત્યાકાંડ પાછળ આ મોટું કારણ રહ્યું હતું. પોલીસ દ્વારા હત્યા પાછળનું અન્ય કારણ પણ કહેવામાં આવ્યું છે. પોલીસની જાણકારી અનુસાર પ્રોપર્ટીના વિવાદમાં પણ 20 વર્ષીય પુત્રએ નાની, માતા-પિતા અને બહેનને માથામાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે હત્યા કર્યા બાદ બે રૂમની બહાર લોક મારીને તે ફરાર થઈ ગયો હતો.