કંગના રનૌતે સલમાન ખાન સાથે ઉજવી ઈદ, પાર્ટીના વીડિયો જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત

સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માએ ઈદના અવસર પર તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. જોકે, કંગના રનૌત સૌથી વધુ લાઇમલાઇટમાં રહી હતી. કંગના આવી સ્ટાર પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે આયોજિત ઈદ પાર્ટીમાં કંગના રનૌતને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

ઘણી ખુશ દેખાઈ કંગના

આ દરમિયાન કંગના રનૌતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ઈદ પાર્ટીમાં કંગના ખૂબ જ સુંદર ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. કંગનાએ કારમાંથી નીચે ઉતરતાની સાથે જ ફોટોઅપ દરમિયાન પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા. અને ફ્લાઈંગ કિસ કરી. આ દરમિયાન કંગના ઘણી ખુશ દેખાઈ રહી હતી. કંગનાએ બધાને ઈદ મુબારક કહી અને ઈદની શુભેચ્છા પાઠવ્યા બાદ અભિનેત્રી અર્પિતાના ઘરની અંદર સેલિબ્રેશનમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

કંગના રનૌતનો ઈદ લૂક

કંગનાનો ઈદનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ અભિનેત્રી ખૂબ જ ભારે શરારા સૂટમાં જોવા મળી હતી. કંગનાના ડીપ નેકલાઇન શરણાના સૂટ પર ઝરી વર્ક હતું. આ સાથે, અભિનેત્રીએ ચોકર નેકલેસ અને મોટા ઇયરપીસ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો. કંગનાનો ન્યૂડ મેકઅપ અને હેર બન તેના લુકને લાઈવ બનાવે છે.

શું કંગના અને સલમાન ફિલ્મમાં સાથે જોવા મળશે?

અર્પિતા ખાનના ઘરે આયોજિત આ ભવ્ય પાર્ટીમાં કંગના રનૌતે ગ્રાન્ડ એન્ટ્રી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં કંગના રનૌતના ભાગ લેવાના કારણે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. લોકો અનુમાન લગાવવા લાગ્યા છે કે આ સાથે કંગના રનૌત અને સલમાન ખાન વચ્ચેનું અંતર પણ ઘટશે. કંગનાની આ સ્ટાઈલ જોયા બાદ ચર્ચા જોરમાં છે કે શું હવે કંગના અને સલમાનની જોડી પણ કોઈ ફિલ્મમાં દેખાઈ શકે છે.

Scroll to Top