BollywoodNews

કંગના રાણાવતે ફરી મહારાષ્ટ્ર સરકાર પર કર્યા પ્રહાર, સોશિયલ મીડિયા પર કઈક એવી પોસ્ટ કરી કે…

કંગના રાણાવત અને મહારાષ્ટ્ર સરકાર હવે ફરી વખત આમને સામને આવે તેવી શક્યતાઓ વર્તી રહી છે, કારણકે કંગનાએ સોશિયલ મીડિયા પર કઈક એવી પોસ્ટ કરી છે કે જેના કારણે મહારાષ્ટ્ર સરકાર તેનો વળતો જવાબ આપી શકે છે. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને 15 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આયું છે.

જોકે આ લોકડાઉન કોઈક જગ્યાએ જોવા મળે છે તો કોઈક જગ્યાએ જોવા નથી મળતું. રોજ રસ્તા પર લોકો વાહનો લઈને તો નથી નીકળી રહ્યા પરંતુ બજારમાં તેમજ માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે આજ કારણોસર કંગના રાણાવતે વધતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાંધ્યું છે. જેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે.

સોશિયલ મીડિયા પર કંગના રાણાવતે એક તૂંટેલા શેડનો ફોટો નાખ્યો છે. નીચે કેપ્શનમાં તેણે એવુ લખ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન કઈક આવું લાગી રહ્યું છે ફોટોમાં શેડનો ચારેય બાજુથી ખુલ્લો છે પરંતુ દરાવાજાને કડી લગાવેલી છે, પરિણામે જે ફોટો શેર કરવામાં આવ્યો છે તે હાલમાં ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

કંગનાએ જે ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે તેના પર હજારો લાઈક અત્યાર સુધીમાં આવી ગયા છે, સાથેજ તેના પર લોકો કોમેન્ટ પણ ભરી ભરીને કરી રહ્યા છે આ પહેલા પણ કંગના અને મહારાષ્ટ્ર સરકાર આમને સામને આવી ગયા હતા કારણકે કંગનાએ મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી, જેના કારણે શિવસેનના નેતાઓ ઉશ્કેરાઈ ગયા હતા

વાત એટલી હદે ઉગ્ર બની ગઈ કે બીએમસી દ્વારા કંગનાના ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી તે દિવસે કંગનાએ ઉદ્ધવ ઠાકરેને એવો જવાબ આપ્યો હતો કે આજે મારુ ઘર તુટ્યું છે કાલે તારો ઘમંડ તૂટશે. તે સમયે પણ કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. જોકે હાઈકોર્ટ દ્વારા પણ બીએમસીની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવામાં આવી હતી. સાથેજ કંગનાને 2 કરોડનું વળતર આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર અને કંગના રાણાવત વચ્ચે અગાઉ જે પણ વિવાદ થયો હતો. તેના કારણે કંગના ઘણી ચર્ચામાં આવી હતી. અને હવે ફરી વખત તેણે સોશિયલ મીડિયા પર જે રીતે પોસ્ટ કરી છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે. કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ફરીથી તેને વળતો જવાબ આપવામાં આવશે. બીજી તરફ કંગનાએ જે પોસ્ટ કરી છે તે પોસ્ટ પર લોકોની લાઈક કોમેન્ટ પણ વધી રહી છે.

‘મારું ઘર તોડવાને બદલે બિલ્ડિંગ પર ધ્યાન આપ્યું હોત તો 50 લોકોનો જીવ બચી જાત’ કંગનાએ ભિવંડીમાં બનેલી ઘટના પર BMC, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સંજય રાઉત પર નિશાન સાધ્યું હતું. ભિવંડીમાં બે દિવસ પહેલા બિલ્ડિંગ પડી હતી અને 40થી વધુ લોકોના મોત થયા હતા.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker