શિક્ષકનું કૃત્યઃ 2નો ઘડિયો ન બોલતા વિદ્યાર્થીના હાથ પર ડ્રિલ મશીન ચલાવી દીધુ

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની એક ખાનગી શાળાના શિક્ષકે કથિત રીતે 2 નો ઘડિયો ભૂલી જવાની સજા તરીકે પાંચમા ધોરણના વિદ્યાર્થીના હાથ પર ડ્રિલ મશીન ચલાવ્યું હતું. પોલીસ સૂત્રોએ આ માહિતી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિતાની ઓળખ કાનપુર જિલ્લાના પ્રેમનગરના અપર પ્રાઈમરી સ્કૂલ સિસમાઉની રહેવાસી તરીકે થઈ છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, ઘટનાની જાણ થતાં જ પીડિત વિદ્યાર્થીના પરિવારના સભ્યો શાળાએ પહોંચ્યા હતા, જેના કારણે કેમ્પસમાં હંગામો મચી ગયો હતો.

પોલીસને કરેલી ફરિયાદમાં વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “શિક્ષક (નામ ગુપ્ત)એ મને ‘ટેબલ ઓફ 2’ વાંચવાનું કહ્યું હતું. જ્યારે હું ઘડિયો વાંચી શકતો ન હતો, ત્યારે તેમણે મારા હાથ પર ડ્રિલ મશીન ચલાવ્યું હતું. મારી પાસે ઉભેલો સાથી વિદ્યાર્થી ડ્રિલ મશીન તરત જ બંધ કરવા કહ્યું હતું.

અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીને તેના ડાબા હાથ પર ઈજાઓ થઈ છે. ઘટના પછી તેને શાળામાંથી કથિત રીતે ઘરે મોકલી દેવામાં આવ્યો હતો અને તેને નાની સારવાર મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રભારી શિક્ષકે કથિત રીતે સ્થાનિક શિક્ષણ વિભાગને ઘટના અંગે જાણ કરી હતી. સંબંધીઓના હંગામા બાદ જ આ જાણકારી બ્લોક એજ્યુકેશન ઓફિસરને આપવામાં આવી હતી.

માહિતી મળતાં જ પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બ્લોક એજ્યુકેશન ઓફિસર ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. આ ઘટના વિશે વાત કરતા કાનપુર નગરના મૂળભૂત શિક્ષણ અધિકારી સુજીત કુમાર સિંહે જણાવ્યું હતું કે, “સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રેમ નગર અને શાસ્ત્રી નગરના બ્લોક એજ્યુકેશન ઓફિસર આ મામલાની તપાસ કરીને રિપોર્ટ મોકલશે. કોઈપણ વ્યક્તિ દોષિત નીકળશે તો તેને શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડશે.”

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો