પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિત સહિત 18 ની ધરપકડ કરાઈ

કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આચી ચૂક્યા છે. ત્યારે ગઇ કાલે વધુ એક ભાજપ નેતા કાંતિ ગામીત દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ ૬૦૦૦ થી વધુ લોકો જોડાયા હતા.

આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. આ મામલે તાપી પોલીસવડા એક્શનમાં આવી અને સોનગઢ પોલીસની ડોસવાડા બીટ જમાદારનો ભોગ લેવાયો છે ત્યાં જ છજીૈં અનિરુદ્ધસિંહ દેવસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી છે અને કાંતિ ગામીત સામે ૩૦૮ મુજબ ગુનો નોંધ્યો છે. અને કાંતિ ગામીત અને તેમના પુત્ર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરી તમામ લોકોની ધરપકડ કરી છે.

કાંતિ ગામીતના ઘરે ભીડ ભેગી થવા મામલે પોલીસે કાર્યવાહી કરી કાંતિ ગામીતની ધરપકડ કરી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાંતિ ગામીત અને તેમના પુત્ર સહિત ૧૮ લોકો સામે કલમ ૩૦૮ મુજબ ગુનો નોંધાયો છે અને તામ લોકોની સોનગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગઇ કાલે જે જગ્યાએ કાંતિ ગામીતની પૌત્રીની સગાઇનો પ્રસંગ હતો ત્યાંજ કોરોના કેસ નોંધાયો છે. ડોસવાડના ભગતફળિયામાં નવો કોરોના કેસ નોંધાયો છે. જે ચિંતાજનક સમાચાર છે કારણ કે ગઇ કાલે અહિંયા જ ૬૦૦૦થી વધુ લોકો એકઠા થયા હતા અને કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી લોકો ઝૂમ્યા હતા. ત્યાં જ આ કાર્યક્રમમાં

લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. ડોસવાડના ભગતફળિયામાં કોરોનાનો નવો કેસ આવતા હવે લોકો ફફડી ઉઠ્‌યા છે અને જો આ કોરોના દર્દી ગઇ કાલે આ કાર્યક્રમમાં હાજર રહ્યો હોય તો અહિં કોરોનાનો રાફડો ફાટી શકે છે.

જોકે મોડે મોડે જાગેલા તાપીના પોલીસવડાએ કાંતિ ગામીતની પૌત્રીના સગાઇ પ્રસંગ મામલે કાર્યવાહી કરી છે પરંતુ હવે ઘોડાના છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. જોકે હવે આ કેસની તપાસ જીઁ ઉષા રાડાને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, કાંતિ ગામીતના ઘરે કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામા ભીડ ભેગી થવાની ખબર સંદેશ ન્યૂઝે સૌથી પહેલા લોકોને દેખાડી હતી જેથી ઇમ્પેક્ટના ભાગ સ્વરૂપે આજે કાંતિ ગામીત અને તેમના પુત્ર સહિત ૧૮ લોકો સામે ગુનો નોંધાયો છે અને તામામ લોકોની ધરપકડ કરવામા આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top