કાપડ ઉદ્યોગમાં GST વધારાને લઈને સુરતના વેપારીઓનો અનોખો વિરોધ

1 જાન્યુઆરી 2022 ના કાપડ ઉદ્યોગમાં મોટો ફેરફાર આવવા જઈ રહ્યો છે તેના લીધે ચારોતરફ વિરોધના શૂર ઉભા થયા છે. તેમાં પણ ખાસકરીને GST ને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના લીધે ૧ જાન્યુઆરીના રોજ વેલ્યુચેઇન પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં ટેકસટાઇલ ફેડરેશન ઓફ સુરત ટ્રેડર્સ દ્વારા આજે શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ કારણોસર સુરતની કાપડ માર્કેટની તમામ દુકાનો બંધ રખાઈ છે. વેપારીઓ દ્વારા રોષ દેખાડતા દુકાનો બંધ રાખવામાં આવી છે. ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા પર વિરોધ દેખાડવામાં આવી રહ્યો છે.

તેમાં પણ ખાસકરીને વાત કરવામાં આવે તો GST ના 5% થી વધારીને 12% કરવાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલમાં સુરતના વેપારીઓ દ્વારા તેને લઈને સતત રજૂઆતો કરવામાં આવી છે. સતત વિરોધ કર્યા બાદ પણ જીએસટી કાઉન્સિલ દ્વારા કોઈ હકારાત્મક વલણ ન દેખાડતા અંતે ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા આજે સંપૂર્ણ ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાને લઈને નિર્ણય લેવાયો છે. માર્કેટ ના તમામ વેપારીઓમાં જીએસટીને લઈને ભારે રોષ છે.

જ્યારે આશ્ચર્યજનક વાત એ છે કે, સુરતના સાંસદ અને ટેક્સટાઈલ મંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ જણાવી રહ્યા છે કે, જીએસટી 12% કરવાને કારણે ટેકસટાઇલ ઉદ્યોગમાં ભારે મુશ્કેલી આવશે તેમ છતાં પણ સરકાર સંશોધનોને પણ માનતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે.

તેની સાથે જીએસટી કાઉન્સિલ દ્વારા આ રજૂઆત અંગે ફેરવિચારણા પણ કરવામાં આવી રહ્યા નથી. એક તરફ વેપારીઓની રજૂઆત કરતા રહ્યા અને જીએસટી કાઉન્સિલના અધિકારીઓ મૌન ધારણ કરીને બેસી ગયા હતા. જેના લીધે વેપારીઓમાં સતત રોષ વધતો જોવા મળી રહ્યો છે.

Scroll to Top