ગુરુગ્રામના સેક્ટર-52 માં લેબ ટેક્નિશન તરીકે ફરજ બજાવનાર 26 વર્ષની યુવતી સાથે કારમાં દુષ્કર્મ આચરવામાં આવેલ હોવાની ઘટના સામે આવી છે. એક યુવતી દ્વારા તેના જૂના બોસ દ્વારા મંગળવારના કિડનેપ કર્યા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે આ કાંડ કર્યા બાદ આરોપી સચિન સિંઘ તિવારી નાસી છુટ્યા છે.
જ્યારે પીડિત યુવતી દ્વારા ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણે નોકરી શરુ કરી ત્યારે તેના 15 દિવસ બાદ 6 જુલાઈ 2020 ના રોજ સચિને તેનો યુનિફોર્મ બદલતો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ત્યાર બાદ તેણે ક્લિપના આધારે શારીરિક સંબંધ બાંધવાની મારી સાથે માંગણી શરુ કરી દીધી હતી.
યુવતી દ્વારા પોલીસને કહેવામાં આવ્યું છે કે, આરોપી સચિને તેના પર છેલ્લા એક વર્ષમાં ઘણી બધી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપી અવારનવાર યુવતીને સ્થાનિક હોટલમાં લઈને જતો હતો અને ત્યાં તેની સાથે તે બળજબરી કરતો હતો. યુવતીએ તેની સાથે એ પણ જણાવ્યું છે કે, તે એક વખત પ્રેગનેન્ટ પણ થઈ ગઈ હતી, ત્યાર બાદ મારે ગર્ભપાત પણ કરાવવો પડ્યો હતો.
મંગળવારના સચિન દ્વારા તેને વઝિરાબાદ વાત કરવાના બહાને બોલાવવામાં આવી હતી. ત્યાં તેણે યુવતીને બળજબરી કરીને કારમાં બેસાડી દીધી હતી અને ત્યાર બાદ તે તેને શાહપુર લઈ ગયો હતો. ત્યાં નશામાં ચૂર સચિને તેના પર કારમાં દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પીડિત યુવતી દ્વારા જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેણે ચાકુથી તેના પર હુમલો કરી દીધો હતો. જ્યારે હોબાળો થતા એક સ્થાનિક વ્યક્તિ દ્વારા આ અંગે પોલીસને તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતી. તેમ છતાં અહીં પોલીસ પહોંચે તે પહેલા જ સચિન ત્યાંથી ભાગી ગયો હતો. ત્યાર બાદ પીડિત યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
મંગળવારના સાંજે આ ઘટના અંગે સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યાં આરોપી સામે આઈપીસીની કલમ 313, 323, 328, 354 C, 365, 372 (2) અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતમાં પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. યુવતીને તેના શરીરના ઉપરના ભાગમાં ઈજા પહોંચી છે. પરંતુ તે વધુ ગંભીર નથી.” પીડિત યુવતી મૂળ સોનીપતની રહેલી છે, તે ગુરુગ્રામમાં આવી અને તે પછી તેણે ટેક્નિશન તરીકે લેબોરેટરીમાં કામ કરવાની શરુઆત કરી હતી. પીડિતા દ્વારા પૂર્વ બોસ અને આરોપી સચિન ભોંડસી રહે છે.
પીડિતા દ્વારા આ અગાઉ પોતાના ઉપર થતાં અત્યાચારો વિશે કંઈપણ કીધું નહોતું. કેમકે તેને એ વાતનો ભય હતો કે, સચિન તિવારી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખશે અને તેના કારણે સમાજમાં તેની ફજેતી થઈ જશે. સૂત્રો મુજબ, પીડિતા દ્વારા એક મહિના પહેલા જ પોતાની લેબ ટેક્નિશન તરીકેની નોકરી છોડી દેવામાં આવી હતી. કેમકે તે પોતાના પર થતા અત્યારોના કારણે તે હેરાન થઈ ગઈ હતી.