VIDEO: વિદેશમાં યુવતી સાથે મજાક કરવું કપિલ શર્માને પડ્યું ભારે, કોમેડિયનને પડી રસ્તા વચ્ચે ‘થપ્પડ’

કોમેડિયન કપિલ શર્મા વર્ષોથી તેના ચાહકોને હસાવતો રહ્યો છે. પોતાની શાનદાર કારકિર્દી દરમિયાન કપિલ શર્મા ઘણી વખત વિવાદોમાં રહ્યો છે. સ્ટારના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોઈને ફેન્સ પોતાનું હસવું રોકી શકતા નથી. કપિલનો આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કપિલ શર્માની કોમેડીનો સૌથી મોટો ભાગ ફ્લર્ટિંગ છે. કપિલ ઘણીવાર શોમાં આવેલી અભિનેત્રીઓ અને યુવતીઓ સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે, પરંતુ એક સમયે વિદેશમાં યુવતી સાથે ફ્લર્ટ કરવું ભારે પડ્યું હતું.

સુંદર છોકરી સાથે ફ્લર્ટ કરવા લાગ્યા કપિલ

જો કે તમને જણાવી દઈએ કે આ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે. કપિલે હાલમાં જ આ થ્રોબેક વીડિયો ઈન્સ્ટાગ્રામ દ્વારા તેના ફેન્સ સાથે શેર કર્યો છે. કપિલે આ વીડિયો શેર કરતાની સાથે જ તે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કપિલ એક સુંદર છોકરી સાથે ફ્લર્ટ કરતો જોવા મળે છે, પરંતુ પછી સુમોના ચક્રવર્તી આવે છે અને પછી કંઈક એવું થાય છે કે તે છોકરી કપિલ શર્માને થપ્પડ મારે છે.

યુવતી સાથે ફ્લર્ટ કરતી વખતે કપિલ ખોટું બોલવા લાગે છે. કપિલ કહે છે કે બુર્જ ખલીફા તેનું છે, તે પછી તે નજીકમાં ઉભેલી ફેરારીને પણ પોતાની હોવાનું કહે છે. કપિલ આ બધી વાતો પોતાના મજેદાર અંદાજમાં કહે છે, જેને સાંભળીને અને જોઈને હસવું આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

બીજી તરફ, કપિલ છોકરીને કોઈ બીજાની લાલ ફેરારીમાં બેસાડે છે પરંતુ તે કાર સ્ટાર્ટ કરી શકતો નથી. ત્યારે વીડિયોમાં કપિલના શોમાં પત્નીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુમોના આવીને કપિલની તમામ પોલ ખોલે છે. સુમોના કહે છે કે કપિલ પરિણીત છે અને સાથે જ આ કાર પણ તેની નથી. આ બધું જાણીને છોકરીને ગુસ્સો આવે છે અને તે કપિલને થપ્પડ મારીને ત્યાંથી નીકળી જાય છે.

આ વીડિયોને શેર કરતા કપિલ શર્માએ કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે તમે દુબઈમાં ચીટ કરો.’ કેપ્શનની સાથે તેણે ત્રણ ફની ઇમોજીનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સની સાથે કેટલાક સેલેબ્સે પણ વીડિયો પર કોમેન્ટ કરી છે અને હસતા ઇમોજીની સાથે કપિલના વખાણ પણ કર્યા છે.

Scroll to Top