કરીના કપૂરનો કસરત કરતો થ્રોબેક વીડિયો થયો વાયરલ, કઈક આવા અંદાજમાં જોવા મળી કરીના – જુઓ વિડિયો

કરીના કપૂરનો આ વીડિયો હાલ માં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અભિનેત્રી કરીના કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રીઓના ફોટા અને વીડિયો ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂરે તાજેતરમાં જ પોતાનો 40 મો જન્મદિવસ ઉજવ્યો હતો, આ દરમિયાન તેના મિત્રો અને ચાહકો દ્વારા તેને અભિનંદન આપવામાં આવ્યા હતા. તાજેતરમાં, કરીના કપૂરનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના કપૂર જોરદાર કસરત કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી કેવી રીતે ટ્રેનરની મદદથી પિલેટ્સ કરતી જોવા મળી રહી છે.

જોકે કરીના કપૂરનો આ વીડિયો જૂનો છે, પરંતુ હાલ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કરીના કપૂરનો આ વીડિયો voompla ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અભિનેત્રીનો આ થ્રોબેક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.

કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રી ટૂંક સમયમાં ફિલ્મ લાલ સિંહ માં જોવા મળશે. આ ફિલ્મમાં કરીના કપૂર અભિનેતા આમિર ખાન સાથે મુખ્ય ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરીના કપૂર અને આમિરની આ ફિલ્મ 2021 માં નાતાલના દરમિયાન રિલીઝ થશે. આ સિવાય જણાવી દઈએ કે કરીના કપૂર અને સૈફ અલી ખાન ફરી એકવાર મમ્મી પપ્પા બનવા જઈ રહ્યા છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here