વાળની સમસ્યા માટે વરદાન રૂપ છે કારેલાનો રસ, જાણો કઈ રીતે કરશો ઉપયોગ

આજકાલ બજારમાં મળતાં શેમ્પુ વાળોના પોષણનો નાશ કરે છે. તથા તેને નબળા બનાવે છે. પણ કારેલાનો રસ લગાવવાથી વાળ પર કોઈ આડઅસર થતી નથી અને તે વધારે સારા થાય છે. કારેલા ખાવા ઉપરાંત ઘણી બધી બીજી સમસ્યાઓ પણ ઉકેલી શકો છો. કારેલાના રસને વાળમાં લગાવવાથી તે ચમકદાર બને છે, વાળ ઓછા ખરે છે, ખોડો દૂર થાય છે અને એવી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવે છે.

જ્યારે પણ કારેલાનો રસ વાળમાં લગાવો તો એને ઓછામાં ઓછા 1 કલાક માટે વાળમાં રહેવા દો. અઠવાડિયામાં 2-3 વાર કારેલાનો રસ વાળમાં લગાવવાથી સારું પરિણામ મળી રહે છે.

વાળમાં શાઈન લાવવા માટે તાજા કારેલાના રસમાં દહી મિક્સ કરી વાળમાં લગાવવું . આથી તમારા વાળ શાઈની થશે. ખોડો દૂર કરવા માટે તમે કારેલા અને જીરાને વાટી પેસ્ટ બનાવી વાળમાં લગાવવાથી મહીનામાં ખોડાથી છુટકારો મળશે.

બે મોં ના વાળ માટે કાચા કારેલાના રસને માથામાં નાખી હળવા હાથે માલીસ કરવી. આવું અઠવાડિયામાં બે વાર કરવું. સફેદ વાળ માટે જો વાળ અસમયે સફેદ થાય તો કારેલાનો રસ કાઢી એને વાળ પર લગાવો. 10 દિવસ સુધી આવું કરવાથી લાભ મળશે.

તેલીય વાળ માટે કારેલાના રસ સફરજનના સિરકા સાથે મિક્સ કરી અને વાળના મૂળમાં લગાવો. વાળ ખરતાં અટકાવવા માટે કારેલાના રસમાં ૧ ચમચી ખાંડ મિક્સ કરી આ પેસ્ટ લગાવો વાળ ખરતા બંધ થશે. આથી પ્રાકૃતિક રૂપથી વાળ ખરતાં બંધ થશે.

Scroll to Top