ધનુષની ફિલ્મ ‘કર્ણન’ એ પ્રથમ દિવસે જ કરી આટલા કરોડની કમાણી

કોરોના વાયરસના કારણે સિનેમાઘર 50 ટકા ક્ષમતાની સાથે ખુલી રહ્યા છે. સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ ‘કર્ણન’ તાજેતરમાં સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મે પ્રથમ દિવસમાં જ રેકોર્ડ કમાણી કરી છે. આ ફિલ્મ પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. પ્રથમ દિવસે આટલી કમાણી કર્યા બાદ વિકેન્ડ પર આ વધુ વધવાની છે. ધનુષની ફિલ્મનું કલેક્શન આવી ગયું છે. આવો જાણીએ ‘કર્ણન’ એ પ્રથમ દિવસે કેટલા કરોડ કમાયા છે.

ધનુષની ફિલ્મ ‘કર્ણન’ એ પ્રથમ દિવસે 10.50 કરોડની કમાણી કરી છે. આ અત્યાર સુધી રીલીઝ થયેલી બધી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી છે. ધનુષે ઇન્ડસ્ટ્રીમાં ઘણી સારી ઓળખાણ બનાવી લીધી છે. લોકો તેમની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે, જે તેમની બોક્સ ઓફીસ કલેક્શનથી સ્પસ્ટ જોવા મળે છે.

ફિલ્મની વાત કરીએ તો ‘કર્ણન’ માં ધનુષની સાથે મારી મહત્વની ભૂમિકા છે. બંનેએ પ્રથમ વખત સાથમાં કામ કર્યું છે. આ ફિલ્મ તિરુનેવલીની પાસે થયેલી એક સાચી ઘટના પર આધારિત છે.કલાઈપુલી એસ. થાનુંએ આ ફિલ્મને ડાયરેક્ટ કર્યું છે.

Scroll to Top