કિશન ભરવાડ હત્યા મામલે કરણીસેનાનો હુંકાર, આખું ગુજરાત બંધ કરાવી દઇશું

ધંધૂકાના કિશન ભરવાડની હત્યાને લઇને રાજ્યભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. કિશનના હત્યારાઓને ફાંસી આપવામાં આવે. ત્યારે હવે કરણી સેનાએ પણ વિરોધ નોંધાવ્યો છે. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત કિશન ભરવાડના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઉતારવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય કે તેઓએ કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે આરોપીઓ અને હત્યાના ષડયંત્રકારોને સંભળાવતા એમ પણ કહ્યું કે ‘હિન્દુસ્તાન આપણું છે. જેને આવું કરવું હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય’ તેમણે સરકાર પાસે પણ માગ કરી છે કે ‘હત્યારાઓને ઝડપી ફાંસી આપો. જો ફાંસી નહીં મળે તો ગુજરાત અને ભારત બંધનું એલાન અપાશે.

વીડિયોમાં સાંભળી શકાય છે કે તે લોકોને વળતો જવાબ આપવાનો. તલવારો લઇને કેક નહીં કાપવાની…બંદુક લઇને લગ્નમાં ફાયરિંગ નહીં કરવાનું આવું દેખાય તો તરત જ જવાબ આપવાનો. ભલે જેલ જવું પડે. ઉલ્લેખનીય છે કે ધંધૂકા ફાયરિંગ વિથ મર્ડર કેસમાં અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. ધંધુકાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ત્યારે પોલીસે ઝડપેલ 6 લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. બીજી બાજુ આ ઘટનામાં મૌલવીઓનું કનેક્શન પાકિસ્તાન સાથે હોવાનું માલૂમ પડ્યું હતું

Scroll to Top