કાર્તિક આર્યનને ધર્મા પ્રોડેકશને બહાર કરતાં કંગના આવી તેના સપોર્ટમાં, કહ્યું ચિલ્લરોથી ડરવાની જરૂર નથી..

કરન જોહરે દોસ્તાના 2 ફિલ્મ માટે પહેલા કાર્તિક આર્યનને સાઈન કર્યો હતો બાદમાં તેને કાઢી મુક્યો અને તેણે દોસ્તાના 2 માટે રી કાસ્ટિંગની જાહેરાત પણ કરી હતી સાથેજ કરને કાર્તિક આર્યનને સોશિયલ મીડિયા માથી અનફોલો કર્યો જોકે કાર્તિક હજુ પણ કરનને ફોલો કરી રહ્યો છે. જેના કારણે તેના ફેન્સને તે વસ્તુ જરા પણ નથી ગમી પરંતુ આ મામલે કાર્તિકે અત્યાર સુધી કશુજ નથી કીધું

કાર્તિકના વખાણ કર્યા

જોકે આ બધામાં કંગના રાણાવત વચ્ચે પડી છે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે જેમા તેણે એવું કહ્યું છે કે શુશાતની જેમ કાર્તિકને પણ આત્મહત્યા કરવા માટે મજબૂર ન કરશો આ ઉપરાંત તેણે એવું પણ કહ્યું કે કાર્તિક તેની મહેનતે બોલીવૂડમાં સફળ થયો છે. આટલું કહીને તેણે ફરી વાર બોલીવૂડમાં નેપોટિઝમ પર સવાલો ઉભા કર્યા છે.

ડરવાની ના પાડી 

કંગનાએ વધુમાં એવું કહ્યું કે સુશાંતની જેમ તેની પાછળ ન પડી જાવ. તને અત્મહત્યા કરવા માટે મજબૂર ન કરતા. સાથેજ તેણે કાર્તિકને એવું કહ્યું છે કે આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી આ લોકો ખોટા આર્ટિકલ અને તારા ખરાબ વર્તનનું બહાનું આપીને સાઈડમાં જતા રહેશે. ઉપરાંત કંગનાએ એવું પણ કહ્યું કે સુશાંત કેસમાં પણ ડ્રગ્સ આદતની સ્ટોરીઓ ફેલાવી દીધી હતી.

કંગના કાર્તિક સાથે

કંગના રાણાવતે કાર્તિકને કહ્યું કે અમે તારી સાથે છે તને કોઈએ બનાયો નથી કે જેથી તને કોઈ તોડી પણ નહી શકે તેન એકલતા લાગે ડરવાની જરૂર નથી તુ સારુજ કરીશ અને મને બધુંજ ખબર છે. સાથેજ તેણે એંવું પણ કહ્યું હતું કે તારા કામ પર તું વિશ્વાર રાખજે આ બધાથી ડરાવની તારે કોઈ જરૂર નથી.

ઈગો વોર

ધર્મા પ્રોડકશન એટલે કે કરન જોહર દ્વારા એવું કહ્યું કે અમુક કારણોસર અમે નિર્ણય લીધો છે કે તેઓ દોસ્તાના 2 માટે ફરીથી કાસ્ટિગ કરશે. ડાયરેક્ટર દ્વારા ઓફિશયલ જાહેરતની રાહ જોવા માટે પણ તેમણે કહ્યું હતું. જોકે આ બધામા એવી માહિતી સામે આવી છે કે કાર્તિક અને જાહન્વી વચ્ચે ઈગો આવી ગયો જેના કારણે કાર્તિકે ફિલ્મ માટે ના પાડી દીધી હતી.

નેટફ્લિક્સ પર ધમાકા 

ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યને 2019માં દોસ્તાના 2નું શૂટિંગ પણ અમુક દિવસ કર્યું હતું પરંતું ત્યારબાદ માર્ચમાં લોકડાઉન આવી ગયું જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હાલ નેટફલિક્સ પર તેની ફિલ્મ ધમાકા ટૂંક સમયમાં રીલીઝ થશે અને ભૂલ ભુલૈયા 2માં પણ તે જોવા મળશે. જેમા તેની સાથે કિયારા અડવાણી અને તબ્બુ પણ જોવા મળશે.

Scroll to Top