કરવા ચોથનું વ્રત સ્ત્રીઓ માટે ખાસ હોય છે સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે આ વ્રત કરે છે આ વર્ષે કરવાચોથનું વ્રત 17 ઓકટોબર ને ગુરુવારના દિવસે છે આ દિવસે સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરે છે અને રાત્રે ચાંદ જોયા પછી વ્રત ખોલે છે.
આ વ્રત સૂર્યોદય પેહલા ચાલુ થાય છે ને ચાંદ નીકળ્યા પછી પૂરું થાય છે આ વ્રતમાં ખુબજ સાવધાની રાખવી પડે છે આવો જાણીએ વ્રત રાખતી વખતે ધ્યાન માં રાખવાની બાબત.
મોડા સુધી સૂવું નઈ કરવા ચોથના દિવસે મોડા સુધી સૂવું નઈ કેમ કે વ્રત સૂર્યોદયની સાથે જ ચાલુ થઈ જાય છે. સાસુની આપેલી સરગી કરવા ચોથના દિવસે શુભ મનાય છે વ્રત શરૂ થતાં પહેલાં સાસુ થોડીક મીઠાઈ કપડાંને શણઘાર સમાન આપે છે સરગી નું ભોજન કરી પછી ભગવાનની પૂજા કરી વ્રતનો સંકલ્પ કરવો.
ભૂરા અને કાળા રંગના કપડાં ના પહેરે પુજા પાઠ મા ભૂરા અને કાળા રંગને શુભ નથી માનતા શક્ય હોય તો આ દિવસે લાલ રંગ ના કપડાં પહેરવા જોઈએ કારણ કે લાલ રંગ પ્રેમની નિશાની માનવામાં આવે છે. પૂજામાંથી ધ્યાન હટવુ ન જોયએ થોડિક સ્ત્રી આ દિવસ ટાઇમ પસાર કરવા માટે ટીવી જોવે છે. અથવા વાતો કરે છે. આ દિવસે પૂજા પેલા અને પૂજા પછી ભજન ધૂન કરવું જોઇએ.
સુતા માણસો ને ના જગાડો પોતે ના સુવુ કે બીજા ને આ દિવસે સ્ત્રીઓએ ધરમાં સુતા માણસો ને જગાડ વા ન જોઇએ હિન્દુ શાસ્ત્રો જણાવ્યા મુજબ આ દિવસે કોઈ માણસ ને જગાડવુ એ અશુભ માનાય છે. કોઈનું અપમાનના કરો વ્રત વાળી સ્ત્રી એ પોતાની ભાષા પર કાબુ રાખવો જોઇએ. સ્ત્રીઓએ ઘરમાં ગમે તે મોટા માણસનું અપમાન ન કરવું જોઈએ.
પતિથી ઝઘડોના કરવો જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે કરવા ચોથ વ્રતના દિવસે સ્ત્રીઓએ પતિ જોડે જઘડવું ના જોઈએ આવું કરવાથી વ્રતનું ફળ મળતું નથી. પોતાના શણગારનો સમાન બીજાને ના આપવો. સ્ત્રીઓએ પોતાના શણગારનો સમાન બીજાને આપવો ને બીજા પાસેથી લેવો પણ ના જોઈએ.
આ વસ્તુઓ નુ દાન નકરવું જોઈએ.
કરવા ચોથના દિવસે સફેદ વસ્તુનું દાન ન કરવું જેવા કે સફેદ કપડાં દૂધ દહીં ચાવલને સફેદ મીઠાઈનું દાન નકરવું. અણી વાળી ચીજોનો ઉપયોગ ન કરવો. વ્રત ના દિવસે અણી વાળી ચીજોના ઉપયોગ થી બચવું જોઈએ સોઈ દોરા નું કામ ના કરો કટાઈ સિલાઈ કે બટન ટાકવાનું આજના દિવસે ના કરો તો બહુ સારું.