લગ્નના 6 મહિનામાં જ પ્રેગ્નેન્ટ થઇ કેટરિના કૈફ? પતિ વિકી કૌશલે સમગ્ર સત્ય જણાવ્યું

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિકી કૌશલ ઈન્ડસ્ટ્રીના ફેવરિટ કપલ્સમાંથી એક છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વિકી અને કેટરીનાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 6 મહિના પહેલા બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ જ કેટરિના વિશે સમાચાર આવવા લાગ્યા કે તે પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે. આ વાત ત્યારે શરૂ થઈ જ્યારે કેટરીના ગયા મહિને મુંબઈ એરપોર્ટ પર લૂઝ-ફિટિંગ કપડામાં જોવા મળી હતી. તેને ઢીલા કપડામાં જોઈને લોકોએ અનુમાન લગાવ્યું કે તે ગર્ભવતી છે. આ પછી તાજેતરમાં એક અહેવાલ સામે આવ્યો છે કે કેટરિના કૈફ બે મહિનાની ગર્ભવતી છે. જો કે હવે વિકી કૌશલના પ્રવક્તા તરફથી એક નવી વાત સામે આવી હતી.

હવે પતિ વિકી કૌશલે કેટરીના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ બધી વાતોને માત્ર અફવા ગણાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા વિકી કૌશલની ટીમે પ્રેગ્નન્સીની અફવાઓ પર સત્ય જણાવ્યું છે. ટીમના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ‘આ અહેવાલ ખોટા છે. આ એક અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી.

લગ્ન પછી તરત જ વિકી કૌશલ અને કેટરીના કૈફે તેમની ફિલ્મોનું શૂટિંગ શરૂ કર્યું હતપું. કેટરિનાએ હાલમાં જ ‘ટાઈગર 3’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ પછી તે તેની નવી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં કેટરીના પાસે ‘જી લે ઝરા’, ‘ફોન ભૂત’, ‘ટાઈગર 3’ અને ‘મેરી ક્રિસમસ’ જેવી ફિલ્મો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ ટૂંક સમયમાં ‘સામ બહાદુર’ અને ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં જોવા મળશે. આ સિવાય તે પોતાની નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી સારા અલી ખાન લીડ રોલમાં હશે.

Scroll to Top