કેટરિના અને વિકી કૌશલ વિરુધ્ધ થઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો….

જયપુરમાં ચૌથ માતા મંદિરના રસ્તા બંધ કરવા વિશે કેટરીના કૈફ, વિકી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. લગ્ન સ્થળ તરફનો રસ્તો કિલ્લાની સામે ચૌથ માતા મંદિર સામેથી પસાર થાય છે. લગ્નને કારણે કિલ્લાની સામે રસ્તો ઘણો વ્યસ્ત જોવા મળે છે. રસ્તા પર ઘણો ટ્રાફિક થાય છે. આ કેસમાં એડવોકેટ નેત્રબિંદુ સિંહ જદૌને ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં કેટરીના કૈફ, વિકી કૌશલ, હોટલ મેનેજર અને જિલ્લા કલેક્ટરના નામ સામેલ છે. જિલ્લા કાનૂની સેવા અધિકારીશ્રીએ નોંધાવેલી ફરિયાદમાં ચૌથ માતા મંદિરની મુલાકાત લેનારા ભક્તોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ કેટરિના-વિકીના લગ્ન દરમિયાન ટ્રાફિકવાળા રસ્તાને ખુલ્લો રાખવાની પણ માંગ કરવામાં આવી છે.

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નનો દિવસ નજીક છે. તાજેતરમાં અમે તમને એક ઝલક બતાવી છે કે કેવી રીતે અભિનેત્રીનો સ્ટાફ કારમાં લગ્નની એક્સેસરીઝ લોડ કરી રહ્યો હતો. તે જ સમયે, કેટરિના કૈફ અને વિકી કૌશલની સ્ટાઈલિશ અનિતા શ્રોફ અદજાનિયા આ દંપતિના લગ્ન માટે રવાના થઈ ગઈ છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે.

તેમનો પરિવાર કેટ અને વિકીના લગ્ન માટે જયપુર એરપોર્ટ પર દેખાયો છે. લગ્ન સ્થળ ના રિસોર્ટમાં સુરક્ષા વધારવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેટરિના અને વિકીના લગ્નની તૈયારીનો પહેલો ફોટો જાહેર થયો છે. રાજસ્થાનના 14 મી સદીના સવાઈ માધોપુર કિલ્લામાંથી સિક્સ સેન્સ રિસોર્ટ દેખાઈ રહ્યો છે ત્યાં બહાર બસો અને ટ્રક સજાવટ સાથે ઊભા છે.

Scroll to Top