IPL 2021: રાશીદ ખાને લીધે વિકેટ, ઝૂમી ઉઠી સનરાઈઝર્સ હૈદરાબાદની ‘મિસ્ટ્રી ગર્લ’, ચાહકો થયા દીવાના

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઇન્ડીયન પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 10 રનથી હરાવી દીધું હતું. ચેન્નાઈમાં રમાયેલ આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી કેકેઆરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નીતીશ રાણા અને રાહુલ ત્રિપાઠીની અડધી સદીના આધારે કેકેઆરે 20 ઓવરમાં 6 વિકેટે 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં ૫ વિકેટે 177 રન જ બનાવી શકી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની હારથી તેમના ચાહકોને નિરાશા તો થઈ, પરંતુ કેટલીક તક એવી પણ આવી જ્યાં તેમને જશ્ન મનાવવાની તક મળી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની બોલિંગના સ્ટાર સ્પિનર રાશીદ ખાનનો ઝ્લવો જોવા મળ્યો હતો. તેમને કેકેઆરને પ્રથમ ઝટકો આપ્યો હતો. રાશીદ ખાને ઓપનર શુભમન ગીલને આઉટ કર્યા હતા.

રાશીદની વિકેટ લીધા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકોથી ઝૂમી ઉઠ્યા હતા. તેમ છતાં ફ્રેન્ચાઈઝીની મિસ્ટ્રી ગર્લના નામથી પ્રખ્યાત કાવ્યા મારન પણ સામેલ રહી છે. રાશીદ ખાને જ્યારે વિકેટ લીધી તો સ્ટેડીયમમાં વર્તમાન કાવ્યા ખુશીથી ઝૂમી ઉઠી હતી. તે સ્ક્રીન પર પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, કાવ્યા સનરાઈઝર્સ હૈદરાબાદની CEO છે. આઈપીએલ ૨૦૨૧ ના હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે બોલી લગાવતા સમયે કાવ્યા જોવા મળી હતી.

કાવ્યાને ક્રિકેટ ઘણી પસંદ છે. તેના સિવાય તે પોતાના કામકાજ પણ સાર્રી રીતે સંભાળે છે. તે પ્રથમ વખત આઈપીએલ 2018 દરમિયાન જોવા મળી હતી. કાવ્યાએ ચેન્નાઈથી એમબીએ કર્યું છે અને હવે તેમનું સંપૂર્ણ ફોકસ આઈપીએલ પર છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો