હનુમાનજી સંકટમોચનના ના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ ભક્તોની પીડા ને હરી લે છે. એમની કૃપા થી જીવનમાં ખુશાહાલી આવે છે એમનો આ આશીર્વાદ પોતાના પર હંમેશા બનાવી રાખવા માટે ઘર માં રાખેલો ફોટા અથવા મુર્તિ ખૂબ માયને રાખે છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર હનુમાનજી નો ફોટા સાચી દિશામાં રાખવાથી વધારે લાભ થાય છે.
1. વાસ્તુ શાસ્ત્ર ના અનુસાર હનુમાનજી નો ફોટા કે મુર્તિ દક્ષિણ દિશામાં રાખવાનું વધારે સારું માની શકાય છે. કેમ કે લંકા દક્ષિણ દિશામાં હતી, સીતા માતાની શોધ પણ આ દિશાથી શરૂ થઇ હતી. અને લંકા દહન અને રામ-રાવણનું યુદ્ધ પણ આ દિશામાં થયુ હતું એટલા માટે આ દિશામાં હનુમાનજી સૌથી વધારે પ્રભાવશાળી સાબિત થાય છે.
૨. વાસ્તુ શાસ્ત્ર ના અનુસાર જેના ઘર માં હનુમાનજી ની મૂર્તિ દક્ષિણ દિશા માં રાખવામાં આવે છે ત્યાં સુખ સમૃદ્ધિ આવે છે. આવા ઘર માં રહેવા વાળા લોકો ને ક્યારે પણ અન્ન કે ધન ની કમી નથી થતી.
3. ઘર માં ઉત્તર દિશામાં હનુમાનજી ની મૂર્તિ લગાવાથી ઘર માં સકારાત્મકતા આવે છે આ ખરાબ વસ્તુ ને ઘર માં પ્રવેશ કરવાનું રોકે છે.
4. ઉત્તર દિશામાં હનુમાનજી ની મૂર્તિ રાખવાથી ઘર ના માણસોનું સ્વાસ્થય સારું રહે છે એનાથી તે ખરાબ નજર થી બચી રહે છે.
5. ઘર ના પ્રવેશ દ્વાર પર પંચમુખી હનુમાનજી નો ફોટા લગાવાથી ઘર માં સકારાત્મકતા આવે છે. આનાથી ઘર માં રહેવાવાળા લોકોની પણ તરક્કી થાય છે.
6. વાસ્તુ અનુસાર બેડરૂમ માં કોઈ દિવસ હનુમાનજી ની ફોટા કે મૂર્તિ ના રાખવી જોઇએ કેમ કે હનુમાનજી બ્રહ્મચારી હતા. નિયમ નું પાલન ના કરવાથી પર અશુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
7. ઘર માં હનુમાનજી ની બેઠેલા કે હવા પર ઉડતા સ્વરૂપ ની પૂજા કરવી જોઈએ. આમતો ઘર ના માટે બેઠેલા રૂપની પૂજા કરવાથી ખુશાહાલી આવે છે. જયારે જે લોકો નોકરી કે બિઝનેસ માં તરક્કી જોઈતી હોય એમના માટે હનુમાનજી ની ઉડતા સ્વરૂપ ની પૂજા કરવું સારું રહે છે.
8. હનુમાનજી ની મુર્તિ ને કોઈ દિવસ સીધા સિંહાસન પર ના મુકવી જોઈએ. એમની ફોટો રાખતા સમયે લાલ રંગ નું આસન મૂકવું જોઈએ. આ શુભતા નું પ્રતીક હોય છે.
9. હનુમાનજી ને બે રુદ્રાક્ષ વાળી માળ ચઢાવાથી પણ એમની ક્રુપા મળે છે. આનાથી માણસ નું મન સ્થિર રહે છે સાથે એમને મનની શાંતિ મળે છે.
10. મંગળવાર ના દિવસે હનુમાનજી ને ગોળ થી બનેલા મીઠા પૌઆ ચઢાવાથી પણ એમની ક્રુપા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પરણેલા લોકો ને હનુમાનજી ની એવી ફોટો ઘર માં લગાવવી જોઈએ જેમાં આખું રામ દરબાર હોય એવું કરવાથી ઘર સર્મુધ્ધશાળી બને છે.