પતિએ પત્નીથી છુટકારો મેળવવા માટે ખેલી નાખ્યો એવો ખૂની ખેલ કે જેલ ના સળિયા ગણવાનો વારો આવ્યો

કેરળથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એ જોવા મળ્યું છે કે, આરોપીએ ભલે ગમે તેટલી ચાલાકીથી ગુનો કર્યો હોય પરંતુ અંતમાં તે ગુનાનો ખુલાસો થઈ જાય જ છે. આવી જ એક ઘટના સામે આવી છે.

જેમાં આરોપી દ્વારા પોતાની પત્નીની હત્યાને આકસ્મિક ગણાવવા માટે સાપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ છતાં અંતે પોલીસ દ્વારા કરેલી વિસ્તૃત તપાસમાં આરોપી પતિ દ્વારા કરવામાં આવેલ ગુનાનો ભેદ ઉકેલાય ગયો હતો. જ્યારે આ ઘટના કેરળમાં બની અને ઉત્તરા મર્ડર કાંડ તરીકે ચર્ચામાં આવ્યો હતો.

કેરળ પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ માટે ઝેરી કોબ્રા અને ડમીની મદદથી ક્રાઈમ સીન રિક્રિએટ કરવામાં આવ્યા હતા. છેલ્લા વર્ષે 7 મેના રોજ ઉત્તરાનું સાપના કરડવાથી મોત નીપજ્યું હતું. તેમ છતાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા એ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે જેણે મૃતકના પતિ સૂરજને સાપ આપ્યો હતો. સૂરજને ઉત્તરાની હત્યા માટે બે વખત સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં બીજી વખત કરેલા પ્રયત્નમાં મહિલાનું મોત નીપજ્યું હતું.

કેરળ પોલીસ દ્વારા ક્રાઈમ સીન રિક્રિએશનનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેના પર એક્સપર્ટ એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે, કોબ્રા કારણ વગર કોઈના પર હુમલો કરતો નથી. તેને ઉશ્કેરવો જરૂરી છે. આ સિવાય એક્સપર્ટ દ્વારા એ પણ તેને જોયું હતું કે, તેને ઉશ્કેરવાથી થયેલા બાઈટ માર્ક અને તેણે એમનેમ કરેલા હુમલાના બાઈટ માર્કમાં ઘણો ફરક રહેલો હોય છે. આ કેસમાં રિક્રિએશન દરમિયાન સામે આવેલી વિગતો મહત્વની રહી હતી.

છેલ્લા વર્ષે જ્યારે ઉત્તરાનું કોલ્લમ જિલ્લામાં તેના માતા-પિતાના ઘરે મોત નીપજ્યું હતું. તેનું સાપ કરડવાથી મોત નીપજ્યું હતું અને સાપ પણ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, થોડા મહિના પહેલા પણ ઉત્તરા પર વાઈપેર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી અને રિકવરી માટે તેના માતા-પિતાના ઘરે આવી હતી.

પોલીસ દ્વારા જ્યારે સૂરજની કડક રીતે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો ગુનો માની લીધો હતો. તેણે કહ્યું છે કે, સુરેશ નામના એક વ્યક્તિ પાસેથી તેણે બે સાપ લીધેલા હતા. સુરેશ ત્યાર બાદ પોલીસનો સાક્ષી બની ગયો હતો. પોલીસને તેની સાથે એ પણ જાણવા મળ્યું હતું કે, સૂરજ પોતાની પત્ની ઉત્તરાથી છૂટકારો મેળવવા માંગી રહ્યો હતો. સૂરજ સહિત તેના માતા-પિતા પર ઘેરલુ હિંસાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમના પર પણ હત્યામાં સહયોગ કરવાના ગુનામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Scroll to Top