BollywoodIndia

વાંચો KGFની સાચી ભયાનક સ્ટોરી, કહેવાય છે કે ખાણમાં આજે પણ છે સોનાનો ભંડાર!

સાઉથની જાણીતી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ 14 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દક્ષિણના કલાકારો યશ અને શ્રીનિધિની સાથે આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા સંજય દત્ત અને રવિના ટંડન પણ છે. આ ફિલ્મમાં સંજય પડદા પર ખૂંખાર અંદાજમાં જોવા મળશે. સંજય જે ભયાનક પાત્ર ભજવતો જોવા મળશે તે કાલ્પનિક નથી પરંતુ એક સત્ય ઘટના પર આધારિત છે. જેના પર KGFની આખી કહાની બનેલી છે એ સોનાની ખાણની કહાની સાંભળીને તમે દંગ રહી જશો. ભારતને એમ જ સોનાની ચીડિયા કહેવામાં આવતું આવતું ન હતું. સોનાની શોધમાં, KGF વિસ્તારમાં રક્તરંજાળ પણ જોયા અને પ્રગતિ પણ જોવા મળી. આખો મામલો જાણવા માટે વાંચો રોમાંચ અને રહસ્યથી ભરેલી વાર્તા.

સાઉથની જાણીતી ફિલ્મ KGF ની સ્ટોરી દર્શકોને એટલી પસંદ આવી કે પહેલા ભાગ પછી તેની સિક્વલની માંગ વધવા લાગી. કેમ નહીં, ફિલ્મની વાર્તા ખૂબ જ રસપ્રદ છે. આવો અમે તમને KGF ની સત્ય ઘટના પણ જણાવીએ. સોનાની જે ખાણ પર ફિલ્મ બની છે તેનો ઈતિહાસ લગભગ 121 વર્ષ જૂનો છે. ડીએનએના રિપોર્ટ અનુસાર, વાસ્તવમાં KGF એટલે કે ‘કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ’ની વાર્તા લોહિયાળ છે. જ્યાં સોનાનો ભંડાર હશે ત્યાંની વાર્તા લોહિયાળ તો હશે જ. સોનાથી સમૃદ્ધ આ વિસ્તારમાં ઘણી ન સંભળાયેલી વાર્તાઓ પણ દટાયેલી છે.

121 વર્ષ પહેલાં 900 ટન સોનું બહાર આવ્યું હતું

ડીએનએના રિપોર્ટ અનુસાર 121 વર્ષ પહેલા કેજીએફમાં ખોદકામ દરમિયાન લગભગ 900 ટન સોનું મળ્યું હતું. કર્ણાટકમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ આવેલી છે. આ ખાણ વિશે બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જોન વોરેન દ્વારા એક લેખ લખવામાં આવ્યો હતો. આ મુજબ 1799માં શ્રીરંગપટનાની લડાઈમાં ટીપુ સુલતાનની હત્યા કર્યા બાદ અંગ્રેજોએ કોલાર અને તેની આસપાસના વિસ્તાર પર કબજો કર્યો હતો. થોડા વર્ષો પછી, અંગ્રેજોએ આ જમીન મૈસૂર રાજ્યને આપી, પરંતુ સોનાની ખાણવાળા વિસ્તાર કોલારને પોતાની પાસે જ રાખ્યો.

સોનું ખોદવામાં ઘણા મજૂરો મૃત્યુ પામ્યા

વોરેનના આ લેખ મુજબ, ચોલા સામ્રાજ્ય દરમિયાન લોકો હાથ વડે જમીન ખોદીને સોનું કાઢતા હતા. એકવાર વોરેને ગ્રામવાસીઓને સોનું બહાર કાઢવાની લાલચ આપી, ત્યારે ઘણી માટીમાંથી માત્ર થોડા સોનાના કણો બહાર આવ્યા. જ્યારે કામ થતું ન દેખાયું, ત્યારે આ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, છતાં કોઈ ફાયદો થયો નહીં. પણ અનેક મજૂરોએ જીવ ગુમાવ્યા. થાકીને બ્રિટિશ સરકારે ખોદકામ પર પ્રતિબંધ મૂક્યો. વાસ્તવમાં, સોનું મેળવવું પણ એટલું સરળ નહોતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker