“ધન્યવાદ ખજૂરભાઈ” નીતિન જાની એ કર્યું વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન, વૃધ્ધો અને ગાયોની સેવા કરશે…

ગુજરાતના પ્રખ્યાત કોમેડિયન ખજૂરભાઈ એટલે કે નીતિન જાની હવે યુટ્યુબ પર બધાને હસાવવાની સાથે સાથે વૃદ્ધો, વડીલો અને ગાયોની પણ સેવા કરશે. મહુવાના રાણત ગામે જાનીદાદાના નામથી ગૌશાળા અને વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કર્યું છે. આ વૃધ્ધાશ્રમ અને ગૌશાળા આશરે 5 કરોડના ખર્ચે 3 વીઘા જમીન પર નિર્માણ પામશે. જે તેમના પિતાજી પ્રતાયરાય અંબાશંકર જાનીની યાદમાં બનાવેલા જાનીદાદા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ ચાલશે.

આ વૃદ્ધાશ્રમમાં 60 જેટલા રૂમ હશે, જ્યાં 500 જેટલા વૃદ્ધો સમાઈ શકશે. અહી મંદિર, યજ્ઞ શાળા, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા વૃધ્ધો માટે ઉપલબ્ઘ કરાવાશે અને ગૌશાળામાં 100 ગાયોની સંભાળ રાખવામાં આવશે. ખજૂરભાઈ ની ઓળખ એક માત્ર યુટયૂબર તરીકેની જ હતી. જોકે, કોરોના કાળમાં નાના વેપારીઓની ખરાબ હાલત જોઈને તેમને સેવા કરવાની પ્રેરણા મળી હતી. અને પછી સેવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો હતો. તાઉ-તે વાવાઝોડું આવ્યું એ સૌરાષ્ટ્રવાસીઓ માટે પડ્યા પર પાટુ સમાન હતું.

જોકે આ સમયે પણ નીતિનભાઈ એ સેવા કરવામાં પાછું વાળીને જોયું નથી. કોઈ પણ સેવા કરવા માટે તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે પહોંચી જાય છે. વાવાઝોડા ના ખરાબ સમય માં તેઓએ ગરીબ લોકોને 161 જેટલા ઘર બનાવી આપ્યા હતા અને એક સમાજસેવક તરીકે ઊભરી આવ્યા હતા. આ સેવાકારીને લોકો એ ગુજરાતના સોનું સુદ તરીકે પણ બિરદાવ્યા હતા.

નીતિનભાઈ ને હવે માનવસેવા નો રંગ લાગી ગયો છે. છેલ્લે જ્યારે તેઓ હરિદ્વાર ગયા ત્યાં પણ તેઓ ગરીબ લોકોને આર્થિક મદદ કરતાં જોવા મળ્યા હતા. સામાજિક કાર્યકર બનીને તેઓ યુવાનો ને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

Scroll to Top