એક તસવીર જોઇ ખજૂરભાઈના ફેન્સ થઇ જશે ખુશ! નીતિન જાનીએ સગાઇ કરી લીધી

સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં મદદનો ધોધ વહેડાવનાર અને સૌ કોઇના લાડકવાયા ખજૂરભાઇ ઉર્ફે નીતિન જાની ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ગુજરાતમાં ખજૂરભાઈ ખુબ જ લોકપ્રિય છે અને તેમના લાખો ફેન્સ છે. નીતિનભાઇ યૂટ્યુબ પર અને સોશિયલ મીડિયામાં ખજૂરભાઇ તરીકે ફેમસ છે. ખજૂરભાઈએ તેઓના ફેંસને એક સારા સમાચાર આપ્યા છે. જેના વિશે તેઓ જાણી ખુશખુશાલ થઇ જશે.

ગુજરાતનાં ખજૂરભાઇને પ્રેમિકા મળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જેની સાથેનો સગાઇનો ફોટો તેમણે ઇનસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. નીતિન જાની ઊર્ફે ખજૂરભાઇ ગુજરાતમાં સેવા કરે છે અને ગુજરાતનાં સોનુ સુદ તરીકે પ્રચલિત છે. તેમણે લોકોને ખૂબ મદદ કરી છે. અને આજે હવે તેમણે લક્ષ્મી મળી ગઈ લાગે છે. કારણ કે તેમની સગાઇ મિનાક્ષી દવે સાથે આજે બારડોલી ખાતે થઇ છે.

હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જમાં મિનાક્ષી દવે નામની સુંદર કન્યાની સગાઇ ખજૂરભાઇ સાથે થઇ હોય તેવું લાગી રહ્યું છે. મિનાક્ષીએ અને ખજૂરભાઇ સાથેની સગાઇ દરમિયાન રિંગણ કલરનાં ટ્રેડિશનલ કપડાં પહેર્યાં હતા. અને તેણીએ પણ પોતાના આઈડી પરથી આ ફોટો શેર કર્યો હતો. મિનાક્ષી દવે ગાયક હોવાની જણાઈ આવે છે કારણ કે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ પ્રકારની પોસ્ટ પણ કરી છે. જોકે આ અંગે હજુ સુધી ખજૂરભાઇ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો