ધ ગ્રેટ ખલીને લઈને જાણકારી સામે આવી છે કે તે રવિવારના રોજ રાજકોટ શહેરની મુલાકાત માટે પહોંચ્યા હતા. જ્યારે રાજકોટથી તે રાત્રીના 8 વાગ્યાના અમદાવાદ જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ધ ગ્રેટ ખલીએ કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપૂરી ખાવા માટે રોકાયા હતા. તે દરમિયાન તેમના પાણીપુરી ખાધી હતી તેને લઈને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. તેમને ત્યાં રોકાઈને 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી. તેનો અર્થ 60 નંગ પાણીપૂરી 25 નંગ સેવ-દહીંપૂરી ખાધી હતી.
જ્યારે આ સિવાય તે દરમિયાન 500 એમએલની પાણીની 4 બોટલ પાણી પણ પીધું હતું.
આ દરમિયાન આ મહત્વની વાત એ રહી કે, ખલી રાજકોટના જાહેર માર્ગ પર સામાન્ય લોકોની જેમ કારની બોનેટ પર ચડીને પાણીપૂરીની પ્લેટ રાખી ખાતા દેખાયા હતા. જેમાં ખુલ્લી જીપમાં રાજકોટની લટારે તે નીકળ્યા ત્યારે તેમણે ચાહકોનું અભિવાદન પણ કર્યું હતું. તેના પછી 12-15 મિનિટ બાદ તે રાજકોટથી માટે રવાના થઈ ગયા હતા.
તેની સાથે ખલી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઘણા એવા જિમમાં એક-બે રૂમની જ વ્યવસ્થા હોય છે. હું તો લોકોને આગ્રહ કરુ છું કે બધાએ કસરત કરવી જ જોઇએ. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે, હું તો ઓફિસ જાઉ છુ તો મારે કસરત કેમ કરવી જોઈએ, તેમ છતાં જે રૂપિયા બાદ તમે ડોક્ટરોને દેવાના છો તો એનાથી બચવા માટે એક જ ઉપાય તે જિમ છે.
જિમમાં જઇને અથવા ઘરે કરસત કરીને લોકોએ પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકાય છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે મારા તો લગ્ન થઇ ગયા છે અને બાળકો પણ છે તો હું જિમ કેમ જાઉં પરંતુ તેવા લોકોને પણ વિનંતી છે કે, જેમ-જેમ શરીરને જરૂર હોય તેવી કસરત કરવી જ જરૂરી બને છે.
આ સિવાય તેમને જણાવ્યું કે, તમે કસરત કરશો તો કોરોના તમને ટચ પણ કરી શકશે નહીં. તેનાથી બધા લોકોને મારા દ્વારા વિનંતી છે કે, કસરત કરતા રહો. જ્યારે તમે લોકો સવારે વહેલા ઉઠી કસરત જરૂર કરો. હેલ્ધી ડાયટ ફૂડ ખાવો, જેનાથી કોઇ બીમારી આવી શકે નહીં અને તમારું શરીર એકદમ તંદુરસ્ત રહે.