ખેડૂતો માટે મહત્વના સમાચાર, જો તમે નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીની સબસિડી, જાણો વધુ…

સરકાર ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana) લાવી છે. જેના કારણે ગરીબ અને નાના ખેડુતોને પોતાનું ટ્રેક્ટર ખરીદવામાં ઘણી મદદ મળશે. જે PM કિસાન ટ્રેક્ટર યોજના (PM Kisan Tractor Yojana Benefits) હેઠળ ખેડૂતોને અડધી કિંમતે ટ્રેક્ટર (50 ટકા સબસિડી) એ આપવામાં આવશે. આ યોજના હેઠળ ટ્રેક્ટરની ખરીદી કરવા માંગતા ખેડૂતો સબસિડી માટે અરજી કરી શકે છે. જેનાથી તેઓ આધુનિક ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઇઝો ફોટોની જરૂર પડશે. જો કે આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને અરજી કરી શકો છો.

ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ:

આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે 30,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ માટે અમુક શરતો પણ મૂકવામાં આવી છે.

કોને મળશે આ યોજનાનો લાભ?

  •  મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સૌથી પહેલા ટ્રેક્ટર પર સબિસડી મળે છે. જોકે, સામાન્ય કેટેગરીમાં આવતા ખેડૂતોને પણ સરકારના નિયમ પ્રમાણે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી મળે છે.
  •  છેલ્લા 7 વર્ષમાં જે ખેડુતોએ કોઈ ટ્રેક્ટર ખરીદ્યું નથી.
  •  ખેડૂત માત્ર એક જ ટ્રેક્ટર ખરીદી શકશે.
  •  આ યોજનામાં મહિલા ખેડુતોને અગ્રતા આપવામાં આવશે.
  •  ખેડૂતના નામે જમીન હોવી જોઈએ અને તમામ જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ.

ટ્રેકટર સહાય યોજનાની ખરીદીની શરતો:

  • ખેડૂતો જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
  •  જંગલીય વિસ્તાર માટે ટ્રાઈબલ જમીનનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. (લાગુ પડતું હોય તો)
  • કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ટ્રેકટરની ખરીદી કરવાની રહેશે.
Scroll to Top