સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જેએસ ખેહરે વર્તમાન સમયમાં ચાલી રહેલી વસ્તુઓને દેશના હિતો વિરુદ્ધ ગણાવી છે. દિલ્લીમાં એક કાર્યક્રમમાં ખેહરે સવાલ કરતા કહ્યું કે ભારતને જો વિશ્વ શક્તિ બનાવવું છે તો આજે દુનિયામાં કોઈ સાંપ્રદાયિક બની રહી શકે છે? ખેહરે જણાવ્યું કે તેમણે અયોધ્યા મામલે શાંતિપૂર્ણ સમાધાન પર મધ્યસ્થતાની પેશકશ શા માટે કરી હતી.
પૂર્વ ચીફ જસ્ટિસ જેએસ ખેહરે ધર્મ, ધર્મનિરપેક્ષતા, નોટબંધી અને ભ્રષ્ટાચાર જેવા તમામ મુદ્દા પર પોતાના વિચાર રજૂ કર્યા હતા જેનો દેશ સામનો કરી રહ્યો છે.
જસ્ટિસ ખેહરે કહ્યું કે આઝાદી બાદ ભારતે સંપૂર્ણ રીતે ધર્મનિરપેક્ષ બનવાનો માર્ગ અખત્યાર કર્યો હતો. ભાગલાના સમયે હિંદુ અને મુસલમાન બન્ને દેશો જબરજસ્ત હિંસાના શિકાર બન્યા હતા. તે એવી ક્રૂરતાથી હતી કે જેને પેઢી ભુલી શકતી નથી. આઝાદી મળ્યા બાદ જ્યાં પાકિસ્તાન ઈસ્લામિક રાષ્ટ્ર બની ગયું ત્યાં ભારતે ધર્મનિરેપક્ષ બનવાનું પંસદ કર્યું.
તેમણે કહ્યું કે, ‘ભારતના નેતાએ આ સુનિશ્ચિત કર્યું હતું કે દેશમાં પૂર્ણ ધર્મનિરપેક્ષતા હોવી જોઈએ.’ પૂર્વ મુખ્ય જસ્ટિસે કહ્યું કે આપણે તેને ભૂલી ગયા છે. આપણે ફરી જેવા સાથે તેવાના રસ્તા પર ચાલી રહ્યા છે.