અમદાવાદ: ગુજરાતી લોકોને મહેનત અને સફળતા સાથે અતૂટ નાતો હોય એવું પૂરવાર કરતા અનેક દાખલા આપણી નજર સમક્ષ અવારનવાર આવે છે. આવો જ એક દાખલો છે પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલનો. નરેશ પટેલે ખોડલધામ થકી સમાજને એક કરવાનું બીડું ઉપાડ્યું ત્યારથી તેઓ ટાઈમલાઈનમાં આવ્યા. પણ પોતાના બિઝનેસમાં તેઓ સાત સમુંદર પાર કરીને 22 દેશોમાં પહોંચી ગયા છે. ભણવામાં ઠીકઠીક એવા નરેશ પટેલે કોલેજ બાદ પિતાના વ્યવસાયની દોર સંભાળી સફળતાના અનેક શિખરો સર કરતા ગયા.
રાજકોટમાં 11 જુલાઈ 1956 ના રોજ જન્મેલા નરેશ પાટીદાર સમાજ ના અગ્રણી
કોલેજ દરમિયાન જૈન પરિવારના શાલિની બેનના પ્રેમમાં પડ્યા નરેશ પટેલ
રાજકોટમાં પટેલ બ્રાસનું કારખાનું ચલાવતા હતા પિતા રાવજીભાઈ પટેલ
કારખાનામાં કચરા-પોતા લેથ મશીન પાર મજૂરીનું કામ કરતા હતા નરેશ
કોલેજના અભ્યાસ બાદ ફૂલ ટાઈમ કારખાનામાં કામે લાગી ગયા નરેશ પટેલ
પટેલ બ્રાસ વેર્કસમાં નરેશને સોંપાયું બેરિંગ્સ બુશીન્ગના માર્કેટિંગનું કામ
ઓઇલ એન્જીનના પાર્ટ્સ બનાવતા નરેશ પટેલ ને કાંઈક નવું કરવાનો વિચાર
સરકારી સંસ્થાઓને પટેલ બ્રથર્સની પ્રોડક્ટ માટે માનવવા નરેશ પટેલે કરી મહેનત
પટેલ બ્રાસને દુનિયાભરમાં ફેલાવવાવ માટે કામનું ત્રણેય ભાઈઓએ કર્યું વર્ગીકરણ
આજે યુરોપ અમેરિકા – જેવા 22 દેશોમાં બેરિંગ-બુશીન્ગની નિકાસ કરે પટેલ બ્રાસ વર્ક્સ
નરેશ પટેલ દ્વારા પ્રતિ વર્ષ પોતાના જન્મદિવસ ના રોજ રક્તદાન કેમ્પનું અયોજન કરવામાં આવતું હોય છે. આ પરંપરા અનુસાર તાજેતરમાં જ તેમના 54માં જન્મદિવસ નિમિતે પણ રાજકોટમા મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
રાજકોટ સહિત આસપાસના વિસ્તારના 2800 કરતા વધુ યુવાનોએ રક્તદાન કરી નરેશ પટેલને જન્મદિવસની અનોખી શુભકામનાઓ પાઠવી હતી.