AhmedabadGujarat

અહીં વાવમાં બિરાજે છે માતાજી, આશરે 700 વર્ષ જૂનુ છે દેવીમંદિર

નવરાત્રી દરમિયાન દેશના જુદા જુદા સમુદાય માતાજીની પૂજા કરે છે. ગુજરાતના જળવારસાની વાત કરવાનો આ કદાચ યોગ્ય સમય છે. ગુજરાતમાં ગઢવી અને ચારણ સમુદાય ખોડિયાર માતાની પૂજા કરે છે તેમજ રાજસ્થાનના જુદા જુદા ભાગમાં ખોડિયારમાતાની પૂજા થાય છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર એક વાવમાં આવેલું છે.

વાવને બહારથી જોયા બાદ લાગતું નથી કે વાવની અંદરની તરફ એક મંદિર આવેલું છે. વિશાળ લંબચોરસ પરિસરમાં દિવાલ પર લોઢાની જાળીઓ નંખાયેલી છે. પરંતુ આ પવિત્ર સ્થાનને અંદરથી રંગરોગાન કરવામાં આવ્યું છે. જ્યારે આ પવિત્ર સ્થળની નીચેની તરફ નજર કરશો ત્યારે આ મંદિરનો નઝારો જોવા મળે છે. આ લંબચોરસ પરિસરમાં પ્રવેશતા જ એક રસ્તો અંદરની તરફ જાય છે. ખાસ વાત એ છે કે મંદિરનો ઘુમ્મટ બહારથી દેખાતો નથી અને મંદિરની ધજા પણ પણ દેખાતી નથી.

જ્યારે કોઈ શ્રદ્ધાળું વાવની અંદર પ્રવેશે છે ત્યારે ખ્યાલ આવે છે કે અહીં મંદિર છે. વાવના મધ્ય ભાગમાં આ મંદિર આવેલું છે. જ્યારે આસપાસ વાવની સજાવટ મધ્યકાલિન યુગના શુસોભનની સાક્ષી પૂરે છે. સ્થાનિકો વાવના દરેક ખુણાને સિરામિકના આર્ટવર્કથી સજાવે છે. જેમાં સિરામિક મટિરિયલથી વૃક્ષોની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. જ્યારે વાવના અંતિમ છેડાનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યા સીલ મારી દેવાયું છે.

આ મંદિર વાવવાળી ખોડિયારથી સ્થાનિકોમાં ઓળખાય છે. જ્યારે વાવની નીચેની તરફ માતાના વાહન મગરની કૃતિ અંકિત કરવામાં આવી છે. જોકે, આ વાવ ક્યારે બનાવવામાં આવી તેની કોઈ ચોક્કસ તારીખ નથી, પરંતુ વર્ષોથી વાવનું જતન કરવામાં આવે છે તથા દરેક ભાગને સાચવવામાં આવે છે. જ્યારે વાવવાળી ખોડિયાનું આ મંદિર 700 વર્ષ જૂનુ હોવાનું માનવામાં આવે છે. આ સ્થાન રોશનલાથી ઓળખાતી હતી. હાલમાં રોશનલા ભાવનગર જિલ્લાનું એક ગામ છે.

મામણિયા ગઢવી નામનો એક વ્યક્તિ અહીં રહેતો હતો અને તે જે તે સમયના શાસકનો ખૂબ વિશ્વાસુ હતો. રાજાએ એક વખત તેણે મહેલમાં અંદર આવવાની ના પાડી દીધી કારણ કે આ દંપતિને કોઈ સંતાન ન હતું. આમ તેઓ અશુભ માનવામાં આવતા હતા. ભગવાન શિવના તપથી અને નાગલોકની યાત્રાથી મહાદેવે પ્રસન્ન થઈને તેને સાત દીકરી અને એક દીકરાનું વરદાનમાં સંતાન સુખ આપ્યું.

પાતાળમાં યાત્રા દરમિયાન જમીનથી નીચે રહેલા ઝેરી સાપથી જાનબાઈ નામની એક દીકરીએ તેના નાના ભાઈની સર્પદંશથી રક્ષા કરી હતી. જાનબાઈ સાત પુત્રી પૈકીની એક દીકરી હતી. આ યાત્રા દરમિયાન પગમાં ઈજા થતા જાનબાઈને મગરે સપાટી પર પરત લાવ્યા. આમ દિવ્ય વાહનની ગરીમા કમાઈ અને જાનબાઈ ખોડિયાર તરીકે ઓળખાયા. અમદાવાદના વસ્ત્રાલ સિવાય પણ દેવડી ગામે વાવમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker