પિતાએ દીકરીને નાની એવી બાબત માં ઠપકો આપતા દીકરીએ એવું પગલું ભર્યું કે આજે પિતાને પછતાવાનો વારો આવ્યો

વલસાડ જીલ્લાથી આત્મહત્યા કર્યાની એક ઘટના સામે આવી છે. જેમાં એક ૧૭ વર્ષની સગીર દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમાં પણ આત્મહત્યા કરવાનું કારણ સાંભળી તમે ચકિત થઈ જશો. કેમકે ૧૭ વર્ષની સગીરે પિતા દ્વારા આપેલ ઠપકાના કારણે આત્મહત્યા કરવામાં આવી છે. પરંતુ તેનું કારણ ચકિત કરનાર છે.

વલસાડના પારડીના ખડકી ગામે વચલું ફળિયું ખાતે રહેનાર ગણેશભાઇ બાલુભાઈ પટેલની 17 વર્ષની દીકરી મોહિની રેટલાવ ખાતે સિવણ ક્લાસ શીખી રહી હતી. તેના લીધે તે બુધવારના રોજ સિવણ કલાસ માટે સવારે 10 વાગ્યે ગઈ હતી. ત્યાર બાદ તેના પિતાએ તેને ફોન કર્યો તો તેનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. જ્યારે સાંજે 5 વાગ્યે ઘરે પહોંચેલી મોહિનીને મોબાઈલ કેમ બંધ રાખ્યો હતો એ બાબતે પિતા દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. તેના લીધે મોહોનીની ખોટું લાગી હતું.

જ્યારે આ કારણોસર ગુરુવારના રોજ મોહિનીનાં માતા-પિતા સવારે નોકરી પર ગયાં હતાં ત્યારે તેણે તેના ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેમ છતાં પડોશમાં રહેનાર ભૂમિકા નામની યુવતી તેમના ઘરે જતા મોહિનીને ફાંસો ખાઈ લટકેલી હાલતમાં જોઈ તો તેને નીચે ઉતારી આજુબાજુ રહેતા લોકો સાથે બાઈક પર મોહનદયાળ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. તેમ છતાં ત્યાં ફરજ પર રહેલા તબીબ દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવી હતી. આ બનાવની જાણ પારડી પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

Scroll to Top