પ્રેમભાવ થી જમાડવા માટે દ્વારકા માં ખૂબ જ ફેમસ છે આ બે બહેનોની હોટેલ, એક વાર ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા

આજે અમે તમને દ્વારકાની જાણકારી આપવા જઈ રહ્યા છીએ જ્યાં મહેર જ્ઞાતિની બે બહેનો દ્વારા લોકોને પ્રેમથી જમાડવામાં આવે છે. તેમાંથી એકનું નામ શારદાબેન છે જ્યારે બીજા બહેનનું નામ સંતોકબહેન રહેલ છે.

તેમની આ રેસ્ટોરન્ટમાં માત્ર 130 રૂપિયામાં ચાર શાક, ચાર સલાડ અને 8 પ્રકારના અથાણાં સાથે જ રોટલી ઘી, ગોળ, દાળ-ભાત, છાશ આ બધી વસ્તુ અનલિમિટેડ પેટ ભરીને જમાડવામાં આવે છે.

જયારે હવે તમે જો દ્વારિકાધિશના દર્શને આવો છો તો આ ફેમસ રેસ્ટોરન્ટમાં જમવા માટે ચોક્કસ જજો, કેમકે અહીં ખૂબ જ સારું જમવાનું મળે છે. આ રેસ્ટોરન્ટના સરનામાની વાત કરવામાં આવે તો તે તીન બત્તી ચોક, દ્વારકાધિશના મંદિરથી 300 મીટર દૂર આવેલી છે. ત્યાં તમને આ રેસ્ટોરન્ટ જોવા મળશે.

આ પ્રખ્યાત રેસ્ટોરન્ટનું નામ શ્રીનાથ ડાઈનિંગ હોલ રહેલ છે. તેની સાથે આ રેસ્ટોરન્ટમાં દરરોજ ઓછામાં ઓછું 1 કલાકનું વેઇટિંગ જોવા મળતું હોય છે.

જ્યારે આ હોટલની વાત કરવામાં આવે તો અહીં ખાવાની વસ્તુ મૂકવામાં ડિશ પણ નાની પડે છે. તેમની 2 શાખા રહેલી છે, એ પણ દ્વારકામાં જ આવેલી છે. જ્યારે જમવા આવતા લોકો આ બે બહેનોને જરૂર પૂછે છે કે, તમે આ બધુ આયોજન કઈ રીતેના કરો છો તેના પર શારદાબહેને જણાવ્યું હતું કે, દિલ દરિયા જેવુ હોય છે તો કઈ પણ ખૂટતું નથી.

શારદાબહેન આ મામલે વધુ માં જણાવ્યું કે, ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો રહેલો છે. બાકી બધુ 52 ગજની ધજાવાળો સંભાળે છે.

Scroll to Top