એક એવું પ્રાણી જે પીવે છે પ્રાણીઓનું લોહી, વર્ષોની શોધ બાદ મળી આવ્યું આ પ્રાણી

લગભગ 20 વર્ષની શોધ બાદ એક અત્યંત રહસ્યમય જીવની શોધ થઈ છે. ‘લિવિંગ ડાયનોસોર’ નામના પ્રાગૈતિહાસિક સમયના આ રહસ્યમય જીવને ઓસ્ટ્રેલિયન શહેર માર્ગારેટ રિવરમાં રહેતા ટૂર ગાઈડ સીન બ્લોકસીસને સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે શોધી કાઢ્યા છે. આ રહસ્યમય જીવ વિશે એવું માનવામાં આવે છે કે તે પ્રાણીઓનું લોહી પીવે છે.

આ રહસ્યમય જીવનું નામ લેમ્પ્રી (Lampreys) છે. કહેવાય છે કે આ જીવો લાખો વર્ષો પહેલાથી પૃથ્વી પર છે અને જે પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે તેનું લોહી પીવે છે. આ પ્રાણીને શોધનાર ટૂર ગાઈડ સીન બ્લોકસિજે કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ જીવને શોધી રહ્યા હતા. તેમને આ જીવ વિશે ઘણી વાર્તાઓ સાંભળી હતી. આ જીવ પ્રાણીઓ માટે ખૂબ જ ખતરનાક છે, પરંતુ તેનાથી મનુષ્યો માટે કેટલો ખતરો છે. ચાલો જાણીએ.

મનુષ્ય માટે કેટલું જોખમી છે આ પ્રાણી? કેટલાક લોકો તેને વેમ્પાયર ફિશ પણ કહે છે. હાલમાં આ જીવને મનુષ્યો માટે ખતરો માનવામાં આવતો નથી, કારણ કે અત્યાર સુધી આવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી, જેમાં તેણે મનુષ્યને શિકાર બનાવ્યો હોય.

સીન બ્લોકસીજએ જણાવ્યું કે જ્યારે આ જીવના દેખાવ વિશે જાણવા મળ્યું તો તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમને કહ્યું કે તેને આ જીવો એકસાથે છની સંખ્યામાં મળ્યા છે. એવું કહેવાય છે કે આ જીવો તેમનો પ્રારંભિક સમય તાજા પાણીમાં વિતાવે છે. આ પછી તેઓ દરિયામાં જતા રહે છે અને પછી તે નદી તરફ પાછા આવે છે અને પછી મૃત્યુ પામે છે.

આ અનોખા જીવ વિશે માહિતી મળતાં ઓસ્ટ્રેલિયાની એક યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો સ્ટીફન બીટીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની નદીમાં આ જીવ મળી આવવા ખૂબ જ પ્રોત્સાહક કરનાર વાત છે. સાથે જ તેમણે કહ્યું કે આપણે માતા-પિતા, બાળકો અને અન્ય લોકોને આ વાત પર પ્રેરણા આપવા માંગીએ છીએ કે વરસાદની મોસમમાં તેઓ આ જીવને જોવા જઈ શકે છે.

Scroll to Top