જાણિતા અભિનેત્રી ખુશી શાહે Live Meditation કરી Mental Health અને યોગ વિશેની માહિતી આપી

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

21 જૂન, એક એવો દિવસ કે જ્યારે અલગ અલગ મળીને કુલ 3 દિવસો ભેગા થઈ ગયા. વિશ્વ સંગીત દિવસ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને Father’s Day. જે દિવસે ઘણાં કલાકારોએ તેમનાં ચાહકો સાથે વાતચીત કરી હતી, કેટલાંકે યોગ કરતા-પપ્પાને Father’s Day ની શુભકામનાઓ પાઠવતા Photos Upload કર્યા. પરંતુ, આ દરેકમાં એક live સૌથી ખાસ રહ્યું. જેમાં Helo app પર ગુજરાતી ફિલ્મ જગતનાં જાણિતા અભિનેત્રી ખુશી શાહે (અફરા-તફરી ફેઈમ) તેમનાં Live માં પોતાનાં ચાહકો સાથે વાતચીત કરી.

આ live ખાસ એટલા માટે રહ્યું કારણ કે ખુશી શાહે ચાહકો સાથે Live meditation કર્યું, યોગ વિશેની માહિતી આપી. તદ્ઉપરાંત, તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી તેમણે Mental Health ને લગતી ચર્ચા પણ તેમનાં ચાહકો સાથે કરી.

આ live માં 5 હજારથી પણ વધુ લોકો જોડાયા હતાં અને કુલ મળીને 4.83 લાખ લોકોએ આ live ને માણ્યું અને ખુશી સાથે વાતચીત કરી. કપરા સમયમાં એક કલાકાર તરીકે પોતાનાં ચાહકોને કેવી રીતે Entertain કરતા રહેવા તેમજ તેમની સાથે લાઈવ દ્વારા કેવી રીતે સ્ટાર અને ચાહકનો સેતુ બાંધી રાખવો તેનું ઉત્તમ ઉદાહરણ ખુશી શાહે તેમનાં Helo Live માં આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here