ભલાઈ ઉંમર સાથે આવતી નથી અને તેને કોઈ મહાન કાર્યની જરૂર નથી. દયા નાના કાર્યો પણ મોટો ફરક લાવી શકે છે. આ વાતને સાબિત કરતા, વ્યસ્ત રોડ પર ખુલ્લા મેનહોલને ઢાંકતા બાળકોનો વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર દિલ જીતી રહ્યો છે.
નવા વિડિયોમાં, બે બાળકો વ્યસ્ત રસ્તા પર ચાલતા જોઈ શકાય છે જ્યારે તેઓ ખુલ્લા મેનહોલને જોતા હોય છે. પરંતુ, આ બાળકો ત્યાંથી પસાર થવાને બદલે પથ્થરોના મોટા ટુકડા લાવી મેનહોલની આસપાસ મૂકે છે, જેથી કોઈ મોટો અકસ્માત ન થાય.
You are never too young to make a difference. pic.twitter.com/jZ95Hj7N5e
— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) December 5, 2022
વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “You are never too young to make a difference.”
પોસ્ટ કરવામાં આવ્યા બાદથી, આ વીડિયોને ટ્વિટર પર 63,000 થી વધુ વખત જોવામાં આવ્યો છે. ઈન્ટરનેટે બાળકોના પ્રયાસની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, “મહાન માનવતા, ભગવાન તે બાળકોનું ભલું કરે.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “યુવાનો માટે યોગ્ય દિશા.” ત્રીજા યુઝરે લખ્યું,”પ્રેરણાદાયક.”