ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે કઈ વસ્તુ વાઈરલ થઈ જાય છે, કંઈ કહી શકાતું નથી. અહીં તમને ઘણા પ્રકારના વીડિયો જોવા મળશે. આમાંથી કેટલાક વીડિયો આશ્ચર્યજનક છે તો કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને આપણું હસવું રોકાતું નથી. કેટલાક વિડિયો ખૂબ જ ડરામણા છે, જેને જોઈને આપણને મજા આવે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે પ્રાણાયામ કરતા જોવા મળ્યા કિંગ કોબ્રા!
પ્રાણાયામ કરતા જોવા મળ્યા કિંગ કોબ્રા!
આ વીડિયો દુનિયાના સૌથી ખતરનાક સાપ કિંગ કોબ્રા સાથે સંબંધિત છે. આ વિડિયો જોઈને તમારી આંખો ખુલી જશે. વીડિયોમાં તમે કોબ્રાને કથિત રીતે પ્રાણાયામ કરતા જોઈ શકો છો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રાણાયામ કરતી વખતે જે રીતે વ્યક્તિ શ્વાસ અંદર લે છે અને બહાર કાઢે છે તે જ રીતે કિંગ કોબ્રા પણ ઝડપથી શ્વાસ લેતો અને બહાર કાઢતો જોવા મળે છે.જો કે વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે કિંગ કોબ્રા ગુસ્સામાં આવું કરી રહ્યો છે, પરંતુ મોટાભાગના લોકો કહી રહ્યા છે કે કોબ્રા યોગ ગુરુની જેમ પ્રાણાયામ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કિંગ કોબ્રા હૂડ ફેલાવીને બેઠો છે. આ દરમિયાન તે ઝડપથી શ્વાસ અંદર અને બહાર લઈ રહ્યો છે. કિંગ કોબ્રા જે રીતે બેઠો છે, તે ધ્યાન માં હોય તેવું લાગે છે. જોકે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે કોબ્રા તેમના શિકાર પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
#Cobra Doing Pranayama?! 🙂👌
Amazing video capture by expert wildlife photographer Dr S Varaprasad.
Received on Whatsapp. pic.twitter.com/pf0Ankb76F— Meghna Girish 🇮🇳 (@megirish2001) April 29, 2022
ચોંકાવનારો વીડિયો વાયરલ
આ ચોંકાવનારો વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી રીટ્વીટ કર્યો છે. આ વિડિયો સૌથી પહેલા મેઘના ગિરીશ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો હતો. આ સાથે યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘શું કોબ્રા પ્રાણાયામ કરી રહ્યો છે?’ ત્યાંથી આ વીડિયો ખૂબ જ ઝડપથી જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વિડીયો જોઈને તમને પણ હંમેશ આવી જશે.