ઉત્તર કોરિયા તેના વિચિત્ર નિયમો માટે કુખ્યાત છે. હવે કિમ જોંગ ઉન સરકારે હસવા, પીવા અને કરિયાણાની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 11 દિવસ માટે છે. કારણ કે પ્યોંગયાંગ તેના પૂર્વ નેતા કિમ જોંગ ઇલની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. જેથી આ વટહુકમ પસાર કરવામાં આવ્યો છે.
આ વર્ષે 10મી વર્ષગાંઠ હોવાથી શોકનો સમયગાળો 11 દિવસનો રહેશે. સામાન્ય રીતે દર વર્ષે 10 દિવસનો શોક મનાવવામાં આવે છે. અહેવાલો અનુસાર સરમુખત્યાર કિમે 11 દિવસ માટે આખા દેશમાં લોકોને હસવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે દારૂ પીવા અને કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મીડિયા સાથે વાત કરતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઇતિહાસમાં શોકના સમયગાળા દરમિયાન દારૂ પીતા કે નશામાં પકડાયેલા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે વૈચારિક ગુનેગારો તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેઓને દૂર લઈ જવામાં આવ્યા હતા અને ફરી ક્યારેય જોયા નથી. લોકોએ અહેવાલ આપ્યો છે કે જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ શોકના સમયગાળા દરમિયાન મૃત્યુ પામે છે, તો પણ તમે મોટેથી રડી શકતા નથી. તમે 11 દિવસના શોક પછી જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શકો છો.
આ સમય દરમિયાન તમે જન્મદિવસની ઉજવણી પણ કરી શકતા નથી. તમને જણાવી દઈએ કે કિમ જોંગ ઈલનું 2011માં 69 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. 1994-2011 સુધી ઉત્તર કોરિયા પર તેણે શાસન કર્યું. ઇલના મૃત્યુ બાદ કિમ જોંગ ઉન સત્તા સંભાળી રહ્યા છે.