પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને તેની બાળપણની મિત્ર કિંજલ પરીખના આજે રવિવારે દિગસર ગામે લગ્ન થવા જઇ રહ્યા છે. પોતાના ભાવી પતિ માટે કિંજલ પરીખ સોળે શણગાર સજી છે. તો ચાલો જોઇએ હાર્દિક પટેલની ભાવી પત્ની કિંજલ પરીખની તસવીરો
રવિવારે વહેલી સવારે કિંજલ પરીખ સોળે શણગાર સજીને સપ્તપદીના સાત ફેરા લેવા માટે તૈયાર થઇ ગઈ હતી.
પોતાના ઘરે ભગવાનના દર્શન કરીને કિંજલ લગ્ન માંડવે પહોંચી ગઇ હતી.
કિંજલ પરીખ હાર્દિકની બાળપણની મિત્ર છે, જેને કોમર્સમાં ગ્રેજયુએશન કર્યા બાદ હવે ગાંધીનગરમાં LLBનો અભ્યાસ કરી રહી છે.
કિંજલનો પરિવાર હાલ સુરતમાં રહે છે. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકા બંને સાથે અભ્યાસ કરતી હતી. બંનેની સગાઇ વર્ષ 2016માં થઇ ગઈ હતી.
હાર્દિક પટેલ બાળપણની મિત્ર કિંજલને પરણવા પહોંચ્યો લગ્ન મંડપે
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલના આજે રવિવારે લગ્ન છે. પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે હાર્દિક પટેલ લગ્ન કરવા જઇ રહ્યો છે. હાર્દિક પટેલ સુટબુટમાં તૈયાર થઇને માંડવે પહોંચી ગયો છે.
જ્યાં હિન્દુ વિધિ પ્રમાણે રિત રસમોનો દોર ચાલુ થઇ ગયો છે. હાર્દિકનું મંડપ બહાર સામૈયું કરવામાં આવ્યું હતું.
લગ્ન મંડપમાં હાર્દિક અને કિંજલના લગ્નને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માનવામાં આવે છે કે હાર્દિક પટેલના લગ્ન સાદાઇથી અને અંગત લોકોની હાજરીમાં થનારા છે.