ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, 5 વર્ષનાં સંબંધનો આવી રીતે આવ્યો અંત

ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજર દવેના ચાહકો માટે એક માઠા સમાચાર છે. સુરીલા અવાજ રાણી કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરી હતી. પરંતુ હવે સગાઈ તૂટવાના સમાચારા વાયુવેગે ફેલાયા છે.

જોકે સૂત્રો અનુસાર એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, આ સગાઇ તૂટવાનું કારણ સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યા એ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જણાવી રહ્યા છે.

કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે.

કિંજલ દવેએ પાંચ વર્ષ દરમિયાન ફિયાન્સ પવન જોશી સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ફિયાન્સની તમામ તસવીરો હટાવી દીધી છે.

Scroll to Top